ગ્રીન ઈનોવેશન
સોલાર પાવરથી ચાલતું વોટરપ્રૂફ, zMx«qV iPhone case
iPhone ૪ અને ૪જીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલું AQUA TEK S કેસ સોલાર પાવર, ઇન્ટિગ્રેટેડ બેટરી અને વીસ ફૂટની ઊંડાઇ સુધી વોટર પ્રૂફ જેવા આશ્ચર્યજનક ફિચર્સ ધરાવે છે. વળી, આ આઇ ફોન કેસ સ્ક્રેચ ફ્રી સ્કીન પણ ધરાવે છે. એપલ હેન્ડસેટ માટે ડિઝાઇન કરવામાં આવેલું આ કેસ ખાસ કરીને આઉટડોર એક્ટિવિટીમાં રસ ધરાવતા લોકો માટે ડેવલપ કરાયું છે. જ્યાં વીજળીની પણ સુવિધા ન હોય એવા જંગલ, પહાડી વિસ્તારમાં સોલાર પાવરથી ચાલતું આ કેસ અત્યંત મદદરૂપ નીવડી શકે એમ છે. વળી, તે વોટરપ્રૂફ અને ડસ્ટપ્રૂફ હોવાથી યુઝર્સ નિશ્ચિંત થઇને તેનો ઉપયોગ કરી શકે છે. પોલી-કાર્બોનેટ મટીરિયલમાંથી બનાવાયેલું આ કેસ ઇન્ટિગ્રેટેડ બેટરી પણ ધરાવે છે જે આઇ ફોનને મુશ્કેલીના સમયમાં ચાલુ રાખવા ઉપયોગી છે. આ કેસમાં કયા પ્રકારની બેટરી સૌથી સારું કામ આપી શકે એ પ્રયોગો કરીને કેસ તૈયાર કરાયું છે.આ કેસમાં રાખીને આઇ ફોન ચાર્જ કરી શકાય છે અને એક જ કેસની નીચે એક જ બટન દબાવીને સિન્ક પણ કરી શકાય છે. નવાઇની વાત તો એ છે કે, આ કેસમાં આઇ ફોન રાખ્યા પછી પણ યુઝર્સ ટચ સ્ક્રીન, ડિજિટલ કેમેરા, વોલ્યુમ કિ અને ઓડિયો સ્પીકરનો પૂરેપૂરો લાભ ઉઠાવી શકે છે. સ્નો લિઝાર્ડ કંપનીએ આ કેસ અત્યારે નવ કલર સાથે બજારમાં મૂક્યું છે.