નવી દિલ્હી, તા. 18
આજકાલની અતિવ્યસ્ત જીવનશૈલીથી સેકસ્યુઅલ લાઈફને પણ ઘણી અસર થઈ છે. આવામાં બધા લોકો વીર્ય પ્રોડક્શનમાં ઘટાડાથી સંઘર્ષ કરતા હોય છે. અને આવા લોકોની સંખ્યા વધતી જઈ રહી છે. આ રહી કેટલીક બાબતો જેનાથી પુરુષના વીર્યને અસર કરે છે.
નો સ્મોકિંગ-
ઓફિસની બહાર નીકળીને મિત્રોની સાથે ગપ્પા મારવાનું સ્મોકિંગ બ્રેક ખૂબ સારું બહાનું હોઈ શકે છે, પરંતુ તમારી સેક્સ્યુઅલ લાઈફ માટે આ બિલકુલ સારું નથી. તાજેતરમાં કરેલ રિસર્ચ અનુસાર, સ્મોકિંગથી પુરુષોના સેકસ લાઈફને અસર થાય છે આ ઉપરાંત તેના વીર્યના ઉત્પાદનમાં તેમજ તેની મોબિલિટી પર નેગેટિવ ઈફેક્ટ પડી શકે છે. આમ, હેલ્થી સ્પર્મની કિંમત પર સ્મોકિંગથી દૂર રહેવું કોઈ ખરાબ સોદો નથી.
દવા સંભાળીને લેવી-
જો તમને કોઈ બીમારી હોય અને તબીબને વીર્ય પર તેની થનારી અસર અંગે જરૂરથી પૂછી લેવું જોઈએ. બજારમાં એવી ઘણીબધી દવાઓ હોઈ છે જેની સીધી કે આડકતરી અસર વીર્યના ઉત્પાદન પર થતી હોય છે. જેના લીધે તમારા પાર્ટનરને કંસીવ થવાની ચાંસ ખૂબ ઓછા થઈ જાય છે. બ્લડ પ્રેશર કંટ્રોલ કરનારી દવાઓ સ્પર્મ પર નકારાત્મક અસર કરતી હોય છે. જો તમે કોઈ દવા લીધી હોય અને સેકસ કરવાની ઈચ્છા ખૂબ ઓછી થાય તો તરત જ તબીબનો સંપર્ક કરવો જોઈએ.
ગરમીથી બચતા રહેવું -
સ્પર્મ અને ગરમીનું નેગેટિવ કોમ્બિનેશન છે. જો તમે સ્પર્મને હેલ્થી રાખવા ઈચ્છતા હોવ તો ટેસ્ટિકલ્સને ઠંડા રાખવા જોઈએ. ટાઈટ ફિટિંગ અંડરવિયર અથવા જીન્સ પેન્ટ ન પહેરવા. જેથી કરીને ટેસ્ટિકલ્સનું તાપમાન નોર્મલ રહે અને વીર્ય ઉત્પાદનમાં કોઈ વિઘ્ન ન આવે. ખાસ કરીને હોટ બાથ લેતા સમયે આને ગરમીથી ખાસ બચાવવા જોઈએ.
ડાયટ હેલ્થી -
હેલ્થી સ્પર્મ માટે હેલ્થી ડાયટ જરૂરી છે, જો તમે હેલ્થી ડાયેટ લેતા હોવતો તેની યોગ્ય અને પોઝિટિવ અસર સીધી તમારા વીર્ય ઉત્પાદન પર થતી હોય છે. આ માટે તમારે જંકફૂડથી દૂર રહેવું જોઈએ. પ્રોટીન અને વિટામીનથી ભરપૂર ડાયેટ લેવું.
ઉંટવૈદથી સાવધ-
જો તમારા શરીરમાં વીર્યનું ઉત્પાદન ઓછું થઈ રહ્યું હોય તો તમે સીધા આર્યુવેદની શરણમાં જઈ શકો છો. ઘણી આયુર્વેદિક દવાઓમાં સ્પર્મના ઘટાડાને દૂર કરવાની ક્ષમતા હોય છે. જો કે આની માટે કોઈ સારા આયુર્વેદિક તબીબને મળવું જોઈએ. જે તમને યોગ્ય જડીબુટ્ટીની જાણકારી આપી શકે. ઉંટવૈદ કરતા હોય તેનાથી સાવધ રહેવું જોઈએ.
સ્થૂળતાથી રહો દૂર-
જો તમારા શરીરમાં વધારે પડતી ચરબી હશે તો તેને જલ્દીથી ઓછી કરી દેવી જોઈએ. કારણ કે, સ્થૂળતાથી દુનિયા ભરની તમામ સમસ્યા આવી શકે છે. સ્પર્મ પ્રોડકશનમાં ઘટાડો થવો એ સ્થૂળતાને લીધે સંભવી શકે છે. થાઈરોઈડ અને સ્થૂળતાને સંબંધ છે. વીર્ય ઉત્પાદનમાં આવતા અંતરાયમાં સ્થૂળ જીવન ખૂબ અસર કરતું હોય છે તો આનું યોગ્ય કારણ શોધી કસરત કરીને એક્ટિવ લાઈફથી સ્થૂળતાને કરો દૂર.
ભૂલને ભૂલ તરીકે લેવી
સેકસના બે અતિ ઉપયોગી પાર્ટ છે પ્રથમ પ્લેઝર અને બીજું રીપ્રોડકશન.આ બંનેને કદી પરસ્પર મિક્સ કરવાની ભૂલ ન કરવી. ઘણીવાર કપલ્સ એટલા માટે સેકસયુઅલ રિલેશન છોડી દેતા હોય છે કારણ કે આવું કરવાથી સ્પર્મમાં ઘટાડો ન આવે. પરંતુ આવું વિચારવું તદ્દન ભૂલભરેલું છે. સેકસ અને વૈવાહિક જીવન એક મહત્વપૂર્ણ ભાગ છે. આ માટે તેનું મહત્વ ઓછું ન આંકવું જોઈએ. અને રહી વાત વીર્યની તો બેબી કંસીબ માટે માત્ર એક વીર્ય કાફી છે. આમ પણ સાયન્સ એટલું એડવાન્સ થઈ ચૂક્યું છે કે ઓછા સ્પર્મ વાળા કપલને પેરેન્ટસ બનાવી શકે છે.
લેપટોપથી રહો સાવધ-
પ્રોફેશન લાઈફમાં આજકાલ લેપટોપથી કામ કરવાનું ચલણ વધતું જઈ રહ્યું છે. કદી તેને ખોળામાં લઈને કામ કરવાનું બંધ કરવું જોઈએ. તેના અંદર રહેલી વિદ્યુત વીજ તમારા બોડીમાં જઈને વીર્ય ઉત્પાદનને ખોરવી નાંખી શકે છેય. લેપટોપથી કામ કરવા માટે તેને ખોળામાં રાખવાથી બને તેટલું દૂર રહેવું
( સંબંધિત સમાચાર માટે નીચેની લિંક પર કરો ક્લિક...)
આ ટિપ્સ અપનાવવાથી વધી જશે તમારી જાતીય ભૂખ
જાતીય શક્તિ વધારવી હોય તો આ ઉપાય અજમાવી જુઓ
હાર્ટએટેક બાદ પણ સેક્સ બિલકુલ સુરક્ષિત
મહિલાઓને આના કારણે વધુ પસંદ હોય છે અંધારું
જાતીય સંબંધ કરતા પણ આનું મહત્વ વધુ હોય છે પતિ-પત્ની માટે
કરી લો મહિલાઓની આ અંગત વાતો પર એક નજર, રહેશો હંમેશાં ફાયદામાં