Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 09:57:06 PM IST
 

સોના-ચાંદીમા ચમક વધી, સોનું 29 હજારના સ્તરે

May 18, 2012 Business > Commodity Current
 
Tags:   Commodity Silver Gold Crude Oil comment     E-Mail     Print    
 
Viewed: 1415
Rate: 0
Rating:
Bookmark The Article

નવી દિલ્હી, 18 મે

વિદેશી બજારોમાં મજબૂતીની વચ્ચે રોકાણકારોએ કિમંતી ધાતુઓની ખરીદી કરી છે. તેનાથી સ્થાનિક શરાફા બજારમાં શુક્રવારે સોનું 700 રૂપિયાના ઉછાળા સાથે 29 હજારના સ્તરને આંબી ગયુ હતુ. આ પીળી ધાતુ 29 હજાર 320 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ થઈ. આ વર્ષે કોઈ એક દિવસમાં આ સોનામાં સૌથી વધુ ઉછાળો છે. તે જ પ્રમાણે ઔદ્યોગિક એકમો અને સિક્કા નિર્માતાઓની તરફથી માંગ નીકળવાના કારણે ચાંદી 1,400 રૂપિયા ઉછળી 54 હજાર પ્રતિ કિલો થઈ ગઈ છે.


યુરો ઝોનના વધી રહેલા સંકટને જોતા રોકાણકારોએ કિમતી ધાતુઓમાં રોકણ શરૂ કરી દીધુ છે. રોકાણકારો સોના-ચાંદીને સૌથી સુરક્ષિત રોકાણ વિકલ્પ માને છે. તેનાથી આંતરરાષ્ટ્રીય બજાર હાલના દિવસોમાં કિમંતી ધાતુઓની કિમંતો ઉછળી છે. લંડનમાં સોનું 0.9 ટકાના વધારા સાથે 1, 587.85 ડૉલર પર છે. તે જ રીતે ચાંદી 1.2 ટકા વધીને 28.38 ડૉલર પર છે. તેની અસર સ્થાનિક બજારના વેપારની ધારણા પર પણ પડી છે.

 સ્થાનિક બજારમાં સોનાના દાગીનાના ભાવ 700 રૂપિયાના વધારા સાથે 29, 180 રૂપિયે પ્રતિ દસ ગ્રામ પર બંધ થયું છે. આઠ ગ્રામની ગિન્ની 100 રૂપિયા સુધરી 23 ,750 રૂપિયા થઈ ગઈ છે. ચાંદી સાપ્તાહિક ડિલીવરી 1,200 રૂપિયા ઉછળી 53 ,750 રૂપિયે પ્રતિ કિલો બોલવામાં આવી છે. ચાંદીના સિક્કા 3 હજારના  ઉછળા સાથે  62000-63000 રૂપિયાના સ્તરે પહોંચી ગયા હતા.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com