લંડન, તા. 18
એક અભ્યાસ અનુસાર રાત્રીની એક ગાઢ ઊંઘ આપણી સકારાત્મક સ્મૃતિઓમાં વધારો કરે છે.શોધકર્તાઓએ 70 યુવાન વ્યસકોને બે જૂથોમાં વિભાજિત કર્યા, એક જૂથને રાત્રી દરમિયાન જાગવાનું કહેવામાં આવ્યું જ્યારે અન્ય જૂથને સૂઈ જવાનું જણાવવામાં આવ્યું હતું. બાદમાં આ બંને જૂથોને 12 કલાક બાદ સકારાત્મક જેવી બાબતો વાળી છબિઓ દેખાડવામાં આવી જેમ કે, ફૂલ, ફર્નિચર, સુંદર પપી વગેરે.
આ અભ્યાસનું પરિણામ જણાવે છે તેમ ગાઢ ઊંઘ આપણી ભાવનાત્મક રૂપથી સકારાત્મક યાદોને વધારે છે. માસાચુસેટ્સ યુનિવર્સિટીના પ્રાધ્યાપક રેબેકા સ્પેન્સરના જણાવ્યા પ્રમાણે, આ પરિણામ માટે મહત્વપૂર્ણ પ્રભાવ હોઈ શકે છે. આના કારણે આઘાતજન્ય તણાવ વિકારનો ઉપચાર પણ થઈ શકે છે. ટૂંકમાં આ પ્રયોગ પરથી એવું તારણ આવ્યું કે વ્યકિતને સમગ્ર રાત્રી દરમિયાન ગાઢ ઊંઘ આવી હોય તો તે સવારે પ્રફૂલ્લિત ચહેરે ઊઠે છે આ ઉપરાંત તે સકારાત્કમ વિચારથી ભરપૂર જોવા મળે છે.