મૂવી રિવ્યૂ - ByRJ Dhvanit
રામગોપાલ વર્માની લોકોનાં મગજમાં 'આગ' લગાડયા બાદ 'ફૂંક' મારતી વાહિયાત ફિલ્મ એટલે ડિપાર્ટમેન્ટ, જો દર્શકો રામુ કી આગથી ધરાયાં ન હોય તો જ ફિલ્મ ડિપાર્ટમેન્ટ જોવાનો આગ્રહ રાખે. આ ફિલ્મ બનાવવી એ રામગોપાલ વર્મા માટે એક મોટી ભૂલ છે. એક જમાનામાં સત્યા જેવી જબરજસ્ત મૂવી બનાવનાર ડિપાર્ટમેન્ટ જેવી બકવાસ મૂવી કેવી રીતે બનાવી શકે તેવો પ્રશ્ન થતો હોય તો આ મૂવી જોવા જવું. જવાબ મળી જશે. ફિલ્મની સ્ટોરીલાઈન એવી છે કે અંડરવર્લ્ડને ખતમ કરવા માટે પોલીસ ડિપાર્ટમેન્ટે એક અલગ ડિપાર્ટમેન્ટ તૈયાર કર્યો જેનો હેડ સંજય દત્ત છે, આ એક એવું ડિપાર્ટમેન્ટ છે જેને કોઈ કાયદા કાનૂન કે રોકટોક લાગુ પડતા ન હોય. ફિલ્મમાં અમુક એક્શન સિક્વન્સિસ ખૂબ સારી છે. કંઈક વિચિત્ર હોય તો તે છે કેમેરા એન્ગલ. આ ફિલ્મમાં ક્રિએશનનાં નામે રામુએ ગમે ત્યાં કેમેરા ફિટ કરીને શોટ્સ લીધા છે, જેમ કે કેરમનાં સ્ટ્રાઇકર પર કેમેરો, ગ્લાસ પર, ટેનિસ બોલ પર, કારનાં સ્ટિયરિંગ પર પણ કેમેરા ફિટ કરીને શૂટિંગ કર્યુ છે. અમિતાભના રોલ માટે તો એવું કહી શકાય કે આ ફિલ્મ બૂમની કોપી છે. ફિલ્મમાં માત્ર વિજયરાજની એક્ટિંગ સારી છે. વાર્તાની દૃષ્ટિએ ફિલ્મ ખૂબ નબળી છે, જો કોઈને ક્યારેય માથાનો દુઃખાવો ન થયો હોય તો આ ફિલ્મ જોવાની સલાહ આપી શકાય.
પ્લસ પોઈન્ટ : ક્લાઈમેક્સના અમુક એક્શન સિકવન્સ
માઇનસ પોઈન્ટ : ક્રેઝી કેમેરા વર્ક, નબળી સ્ટોરી
પોઈન્ટ્સ :