આરંગેત્રમ્ની આકર્ષક મુદ્રામાં નૃત્યાંગના
નૃત્યભારતી એકેડમી ઓફ ડાન્સ એકેડમી દ્વારા સંસ્થાના ૩૦ જેટલા સ્ટુડન્ટ્સનું આરંગેત્રમ્ યોજવાના કાર્યક્રમની શરૃઆત ગુરુવારથી થઇ ચૂકી છે. સતત ૨૦ દિવસ સુધી ચાલનારા આરંગેત્રમ્ની શરૃઆત અનોખી ગાંધી અને પ્રકૃતિ પટેલે કરી હતી. બન્ને અમદાવાદી ગર્લ્સે ભરતનાટયમ્ની સુંદર પ્રસ્તુતિ કરી દર્શકોના મનમોહી લીધા હતા. મૃદંગના તાલે, વાજિંત્રોના નાદે અને કુસુમોની સુવાસે રંગમંચ પરથી વસંતનો અહેસાસ કરાવ્યો હતો.૧૯ મેના રોજ હાર્દિ શાહ, હેલી શાહ અને કોશા રમાણી આરંગેત્રમ્ની પ્રસ્તુતિ કરશે. કલાગુરુ ઇલાક્ષીબહેન ઠાકોર, ચંદન ઠાકોર અને નિરાલી ઠાકોરના સ્ટુડન્ટ્સ ઇશ્વર નટરાજને પ્રિય એવા ભરતનાટયમ્ની પ્રસ્તુતિ કરશે. ભરતનાટયમ્માં આરંગેત્રમ્માં શુદ્ધ નૃત્ય અલારિપુ દ્વારા પ્રભુને આમંત્રિત કરવામાં આવે છે અને તેમની સમક્ષ પ્રાર્થના કરવામાં આવે છે.
અલારિપુ એટલે પુષ્પનું ખીલવું. જેમાં ભગવાન, ગુરુ અને પ્રેક્ષકોને દેવ માનીને કલાકાર અંજલી હસ્તથી નૃત્યની શરૃઆત કરે છે અને ધીરે - ધીરે પ્રત્યેક અંગના નૃત્યનો સમાવેશ કરતા - કરતા નૃત્યરૃપી પુષ્પ દેવના ચરણોમાં સર્મિપત કરવામાં આવે છે. નૃત્યભારતીના સ્ટુડન્ટ્સ નેશનલ- ઇન્ટરનેશનલ લેવલે પર્ફોર્મ કરી નામના મેળવી ચૂક્યા છે. નૃત્યભારતી દ્વારા આયોજિત આરંગેત્રમ્ ૭ જૂન સુધી યોજાશે. આરંગેત્રમ્ના પર્ફોર્મન્સ ટાઉનહોલ, ટાગોર હોલ, એચ કે આર્ટ્સ કોલેજમાં યોજાશે.
સ્થળ : ટાઉનહોલ, અમદાવાદ
સમય : સાંજે ૮-૦૦થી ૧૦-૦૦
તારીખ : ૧૯ મે