મુંબઈ, 19 મે
સોશિયલ નેટર્વિંકગ સાઇટ ફેસબુક દ્વારા તેના આઈપીઓ વડે ૧૬ અબજ ડૉલરની જંગી રકમ એકઠી કરવામાં આવ્યા પછી તે ૧૦૦ અબજ ડૉલરની ગ્લોબલ કંપની બની છે ત્યારે યુનિર્વિસટીના એક સામાન્ય રૂમથી શરૂ કરીને વૈશ્વિક કંપની સુધીની તેની સફર અહીં રજૂ કરવામાં આવી છે.
માર્ક ઝુકરબર્ગે હાર્વર્ડના સાયકોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થી તરીકે 'ફેસમેશ' નામની વેબસાઈટ શરૃ કરી, જ્યાં વિદ્યાર્થીઓની આકર્ષકતાને જજ કરવા યુઝર્સને કહેવાયું હતું.
ઝુકરબર્ગે ફેસબુક ડૉટકોમ નામની સોશિયલ નેટર્વિંકગ વેબસાઈટ શરૃ કરી જેમાં યુઝર્સને પર્સનલ માહિતી અને ફોટા સાથે બેઝિક પ્રોફાઈલ મૂકવા આમંત્રણ આપવામાં આવ્યું.
હાર્વર્ડના ત્રણ વિદ્યાર્થીઓએ ઝુકરબર્ગને તેની ફેસબુક વેબસાઈટ બંધ કરવા કહ્યું. ઝુકરબર્ગ હાર્વર્ડ કનેક્શન નામની વેબસાઈટ ડેવલપ કરતો હોવાથી તેને ફેસબુક બંધ કરવા કહેવાયું.
પે પલના સહસ્થાપક પીટર થીએલ દ્વારા ફેસબુકમાં ૫,૦૦,૦૦૦ ડૉલરનું રોકાણ કરવામાં આવ્યું.
રોકાણકાર જિમ બ્રેયર દ્વારા ફેસબુકમાં ૧.૨૭ કરોડ ડૉલરનું રોકાણ કરવામાં આવ્યું, આમ કંપનીનું મૂલ્ય ૧૦ કરોડ ડૉલર થયું.
માઈક્રોસોફ્ટે ૨૪ કરોડ ડૉલરમાં ફેસબુકના ૧.૬ ટકા શેરો ખરીદવાની જાહેરાત કરી, આમ કંપનીનું મૂલ્ય ૧૫ અબજ ડૉલર થયું.
ફેસબુકે કનેક્ટયુના સ્થાપકો સાથે ૬.૫ કરોડ ડૉલરમાં સમાધાન કર્યું.
રશિયન રોકાણકાર યુરિ મિલ્નરની ડિજિટલ સ્કાય દ્વારા ફેસબુકમાં ૨૦ કરોડ ડૉલરનું રોકાણ કરાયું, આમ ફેસબુકનું મૂલ્ય ઘટીને ૧૦ અબજ ડૉલર થયું.
ઝુકરબર્ગે ફેકબુકની પ્રાઈવસી પોલિસી અંગે પ્રશ્નાર્થો જગાવ્યા જેણે કંપનીનાં સીઈઓ તરીકે ઝુકરબર્ગનાં ચાલુ રહેવા સામે શંકાઓ જન્માવી અને કંપનીની પબ્લિક ઓફરની અટકળો શરૃ થઈ.
ન્યૂયોર્કના બિઝનેસમેન પૌલ સેગ્લિયાએ ઝુકરબર્ગ સામે ૨૦૦૩માં કરેલો સોદો ફોક કરવા માટે કેસ કર્યો જેની કાર્યવાહી હજી ચાલુ છે.
કોલંબિયા પિક્ચર્સ દ્વારા ફેસબુકની શરૃઆતથી માંડીને અત્યાર સુધીની સ્થિતિ દર્શાવતી ફિલ્મ 'ધ સોશિયલ નેટવર્ક' રિલીઝ કરાઈ, જેના ડિરેકટર ડેવિડ ફિન્ચર હતા જ્યારે લેખક આરોન ર્સોિકન હતા.
ફેસબુક દ્વારા ગોલ્ડમેન સાશ અને ડિજિટલ સ્કાય પાસેથી ૫૦ કરોડ ડૉલર મેળવવામાં આવ્યા, આમ કંપનીનું મૂલ્ય વધીને ૫૦ અબજ ડૉલર થયું.
ગોલ્ડમેન સાશે ફેસબુકના ૧.૫ અબજ ડૉલરના શેર્સ પ્રાઈવેટ રોકાણકારોને વેચતાં વિવાદ સર્જાયો, જો કે હોબાળો મચતાં આ ઓફર પાછી ખેંચાઈ.
યુઝર્સની માહિતી ગુપ્ત રાખવાનાં મામલે ફેસબુક દ્વારા ફેડરલ ટ્રેડ કમિશન સાથે સમાધાન કરાયું. કંપની યુઝર્સની ગુપ્ત માહિતી જાહેર કરતી હોવાનો આક્ષેપ કરાયો હતો.
ફેસબુક દ્વારા તેની ઓફિસ મેન્લોપાર્ક ખાતે નવા હેડકવાર્ટરમાં ખસેડાઈ.
આઈપીઓની હવાએ સેકન્ડરી માર્કેટમાં ફેસબુકના શેરોનું ટ્રેડિંગ બંધ થયું.
ફેસબુક દ્વારા આઈપીઓ વડે ૫ અબજ ડૉલર ઊભા કરવા સિક્યોરિટી કમિશન સમક્ષ અરજી ફાઈલ કરાઈ.
ફેસબુક દ્વારા ટાઈમલાઈન લોન્ચ કરાયું. યુઝર્સને તમામ માહિતી એક જ સ્થળે સંગ્રહ કરવા કહેવાયું.
યાહુના ૧૦ પેટન્ટ માટે લાઈસન્સ મેળવવામાં નિષ્ફળ જતાં યાહુએ ફેસબુક સામે કેસ કર્યો.
ફેસબુક દ્વારા ગોવાલ્લા નામની લોકેશન શેરિંગ ર્સિવસ બંધ કરાઈ.
ફેસબુક દ્વારા ફોટો શેરિંગ કંપની ઈન્સ્ટાગ્રામ ૧ અબજ ડૉલરમાં ખરીદાઈ
ફેસબુક દ્વારા માઈક્રોસોફ્ટ પાસેથી ૫૫ કરોડ ડૉલરમાં ૬૫૦ વેબ ટેકનોલોજી પેટન્ટ ખરીદવામાં આવ્યા.
ફેસબુકનો નફો ૨૩.૩ કરોડ ડૉલરથી ઘટીને ૨૦.૫ કરોડ ડૉલર થયો, જો કે આવક વધીને ૧.૦૬ અબજ ડૉલર થઈ.
ફેસબુક દ્વારા તેના આઈપીઓની પ્રાઈસ રેન્જ શેરદીઠ ૩૪ -૩૮ ડૉલર કરાઈ.
ફેસબુકે આઈપીઓની સાઈઝ ૨૫ ટકા વધારી જેથી ૧૫ અબજ ડૉલર મેળવી શકાય.
ફેસબુક દ્વારા તેનાં શેરો વેચવામાં આવતાં કંપનીનું મૂલ્ય ૧૦૦ અબજ ડૉલર થયું.
ફેસબુક દ્વારા નાસ્ડેકમાં તેનો આઈપીઓ લૉન્ચ કરાયો.
ફેસબુકનો આઇપીઓ : શું તમે આ બધું જાણો છો?
૧૦ વર્ષ કરતાં પણ ઓછા સમયમાં ફેસબુકે નાનકડા રtમમાંથી બહાર નીકળીને એક શેરબજારમાં લિસ્ટેડ કંપની સુધીની મજલ કાપી છે. વીતેલું સપ્તાહ ફેસબુકના લિસ્ટિંગની સફળતા અથવા નિષ્ફળતાની ચર્ચાઓ વડે વ્યસ્ત રહ્યું હતું. તાજેતરમાં જ જનરલ મોટર્સે ફેસબુક પરથી પોતાનું ૧૦ મિલિયન ડોલરનું પ્રચાર અભિયાન પડતું મૂકવાનો નિર્ણય લીધો હતો, જેનાથી આ ચર્ચાઓને વેગ મળ્યો હતો. ફેસબુક મોટા એડ પાર્ટનરો વિના ટકી શકશે? આઇપીઓના રોકાણકારોનું શું થશે? ૯૦ કરોડથી પણ વધુ વપરાશકારોનો પરિવાર ધરાવતી ફેસબુક અને તેના આઇપીઓ સાથે જોડાયેલાં અમુક રસપ્રદ તથ્યો નીચે પ્રમાણે છે.
૫ બિલિયન ડોલર માટે ફાઇલિંગ-
અમેરિકાના સિક્યોરિટીઝ એન્ડ એક્સ્ચેન્જ કમિશન સમક્ષ ફેસબુકે ૫ બિલિયન ડોલર ઊભા કરવા માટે દસ્તાવેજો દાખલ કર્યા હતા.
ફેસબુકના પ્રતિસ્પર્ધીઓ-
ફેસબુકે ગૂગલ, ટ્વિટર, માઇક્રોસોફ્ટને પોતાના મુખ્ય પ્રતિસ્પર્ધી તરીકે ગણાવ્યા છે.
૪૨.૫ કરોડ મોબાઇલ યુઝરો-
ડિસેમ્બર ૨૦૧૧માં ફેસબુક ૪૨.૫ કરોડ કરત્ર્ પણ વધુ એક્ટિવ યુઝર્સ ધરાવતું હતું.
ઝુકરબર્ગની આવક-
ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગને ગયા વર્ષે આશરે ૧.૫ મિલિયન ડોલરનો પગાર મળ્યો હતો. ઝુકરબર્ગની પાસે રહેલા ફેસબુકના શેરોને લીધે તેની સંપત્તિ ૨૮.૪ બિલિયન ડોલરની થાય છે.
ફ્રેન્ડ કનેક્શન- ફેસબુક પર ૧૦૦ બિલિયન કરતાં પણ વધુ ફ્રેન્ડ કનેક્શનો છે.
લાઇક્સ- ડિસેમ્બર, ૨૦૧૧માં સમાપ્ત થયેલા ત્રણ મહિના દરમિયાન ફેસબુક પર સરેરાશપણે દરરોજ ૨.૭ બિલિયન 'લાઇક્સ' અને 'કોમેન્ટ્સ' નોંધાઈ હતી.
આવક- ફેસબુકને ૨૦૧૧માં ૩.૭ બિલિયન ડોલરની આવક થઈ હતી.