મુખ્ય કલાકારો : અમિતાભ બચ્ચન,સંજય દત્ત, લક્ષ્મી મંચુ, રાણા દગ્ગુબતી, નતાલિયા કૌર,દિપક તિજોરી
નિર્માતા : રામ ગોપાલ વર્મા
દિગ્દર્શક : રામ ગોપાલ વર્મા
સંગીત : ધરમ સંદીપ,બપ્પી લહેરી, વિક્રમ નાગી
રેટિંગ:
સ્ટોરી :
અંડરવર્લ્ડનાં આતંકનો નાશ કરવા માટે હોમ મિનિસ્ટર, હોમ સેક્રેટરી અને ડાયરેક્ટર જનરલ પોલીસ ઓફ મિટીંગ કરીને એક ડિપાર્ટમેન્ટ બનાવે છે. જેનાં હેડ એક ભ્રષ્ટ પોલીસ ઓફિસર અને એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ મહાદેવ ભોંસલે (સંજય દત્ત) હોય છે. તેમની ટીમમાં એક ઈમાનદાર પોલીસ ઓફિસર શિવ નારાયણ (રાણા દગ્ગુબતી) પણ સામેલ હોય છે. ડિપાર્ટમેન્ટમાં મહાદેવ અને શિવ વચ્ચે પાવર ગેમ શરૂ થઈ જાય છે. જો કે આ બંનેની લડાઈનો ફાયદો એક ભ્રષ્ટ નેતા અને પૂર્વ અંડરવર્લ્ડના ડોન સજેરાવ ગાયકવાડ (અમિતાભ બચ્ચન) ઉઠાવે છે. તેઓ માત્ર પોતાની સત્તા અને રાજ ચલાવવા માંગે છે. જો કે ફિલ્મમાં આખરે કોની જીત થાય છે, તે જોવા માટે તો તમારે ફિલ્મ જોવી જ પડશે.
રિવ્યૂ :
રામગોપાલ વર્મા પહેલાં પણ અંડરવર્લ્ડની દુનિયા પર ફિલ્મ 'કંપની' અને 'સરકાર' બનાવી ચૂક્યાં છે. જો કે તેની આ વિશેષતા આ વખતે ફિલ્મ 'ડિપાર્ટમેન્ટ' માં જોવા મળી નથી. પોલીસ અને કાયદો તથા અંડરવર્લ્ડની દુનિયાની સાંઠગાંઠને સૂચવતી આ ફિલ્મમાં કહાની નવી નથી, છતાં જોવાલાયક છે. ફિલ્મની શરૂઆત ધમાકેદાર રીતે થાય છે, પરંતુ પાછળથી ફિલ્મની કહાની નાના નાના ટુકડાઓમાં વહેંચાઈ જાય છે. જો કે આ ફિલ્મની કહાનીમાં પ્રાણ પૂરવાનું કામ મહાનાયક અમિતાભ બચ્ચન અને સંજય દત્ત કરે છે. અમિતાભ પોતાની આગવી છટા અને અલગ જ પ્રકારનાં રોલને ભજવવામાં સફળ રહ્યા છે.
વિજય રાજની એક્ટિંગ સારી હોવા છતાં તેમનો રોલ ફિલ્મમાં ખાસ બતાવવામાં આવ્યો નથી. દિપક તિજોરી અને લક્ષ્મી મંચુની પણ કોઈ ખાસ ઊમિકા નથી. નિર્દેશક રામૂએ ફિલ્મની સ્ક્રિપ્ટને અધૂરી રીતે ફિલ્મમાં ઉતારી છે. ફિલ્મમાં ઘણાં એકશન સીન્સ પણ અર્થ વગરનાં લાગે છે. રામૂની ફિલ્મોમાં ગીતો માટે ખાસ જગ્યા હોતી નથી, તેવું આ ફિલ્મમાં પણ સાબિત થયું છે. જૂનું હિન્દી ગીત 'થોડી સી જો પી લી હૈ' નાં રિમીક આઈટમ સોંગમાં પણ સેક્સી તડકા લગાવવાની રામૂની કોશિશ સફળ રહી નથી. જો કે ફિલ્મનાં અમુક ડાયલોગ્સ જોરદાર છે, જે તમને યાદ પણ રહી શકે છે.