Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 19,2013 02:26:43 AM IST
 

સંબંધોમાં સમાગમનું મહત્ત્વ (ઇન્ટિમસી)

May 19, 2012 Supplements > Columnist
 
comment     E-Mail     Print    
 
Viewed: 4849
Rate: 5.0
Rating:
Bookmark The Article

ઇન્ટિમસી -કામિની મોટવાણી

શું તમારી પત્ની તમારાથી ખુશ નથી રહેતી? સ્ત્રીઓની વાત કરીએ તો શું તમારા પતિ નાની-નાની વાતમાં તમારાથી નારાજ થઈ જાય છે? કે પછી દરરોજ તમારા બંને વચ્ચે ઝઘડો થાય છે? જો તમે આ બધી બાબતોથી પરેશાન રહેતા હો તો તેનો ઉકેલ પણ તમારી પાસે જ છે અને આ ઉપાય છે - સંતોષજનક સમાગમ. જી હા, પતિ-પત્ની વચ્ચે પ્રેમમાં વૃદ્ધિ કરવાનું સૌથી સારું માધ્યમ આ જ છે. તેનાથી તમે એકબીજાંને સમજી તો શકો જ છો સાથે બંને વચ્ચેના સંબંધો પણ સુધરે છે

પતિ-પત્નીના સંબંધોમાં સમાગમની મહત્ત્વની ભૂમિકા હોય છે, પરંતુ એ તો તમે જ નક્કી કરી શકો છો કે તે કેટલો કારગર સાબિત થઈ શકે છે. મોટા ભાગની સ્ત્રીઓ એવું માને છે કે સમાગમ માત્ર પુરુષો માટે જ મહત્ત્વપૂર્ણ હોય છે, પરંતુ ઘણી સ્ત્રીઓ એવી પણ છે જે પોતાના પાર્ટનરને સુખ આપવા માટે કોઈ પણ સમયે સમાગમ માટે તૈયાર થઈ જાય છે. વાસ્તવમાં સમાગમ એ માત્ર દૈહિક સુખ જ નથી, પરંતુ માનસિક સુખ પણ છે. જે આપણા જીવનમાં તણાવને ઓછો કરવાની સાથે સાથે ખુશીઓ પણ લાવે છે. સમાગમ પતિ-પત્નીને ભાવનાત્મક રીતે પણ એકબીજાંની નજીક લાવે છે.

અંતર કેવી રીતે વધે છે?

સમાગમ ન કરવાને કારણે પતિ-પત્ની વચ્ચે અંતર વધવા લાગે છે. જો તમે અઠવાડિયામાં માત્ર એક અથવા બે વાર જ તમારા પાર્ટનરની નજીક જતા હો તો તે ખૂબ જ ગંભીર બાબત છે. તેને કારણે બંને તરફ માનસિક ગૂંચવણો ઊભી થશે. સાથે તણાવ પણ વધે છે. સમાગમ ન કરવાને કારણે સ્ત્રીઓને એવું લાગે છે કે તેમનો પતિ તેમને પ્રેમ કરતો નથી. જ્યારે પુરુષોને એવું લાગે છે કે હવે તેને (પત્ની) પોતાની નજીક આવવામાં કે સમાગમ માણવામાં રસ રહ્યો નથી. તે પોતાની ભાવનાઓને સમજી શકતી નથી. જોતજોતામાં આ બાબતનું નિરાકરણ ન આવતાં વાત વણસી જાય છે અને સંબંધો નબળા પડે છે તથા પતિ-પત્ની વચ્ચે અંતર વધવા લાગે છે. ઘણી વાર તો સંબંધો એટલા બગડી જાય છે કે એકબીજાંને છોડવાની નોબત પણ આવી પડે છે. મોટા ભાગની સ્ત્રીઓ જ્યારે પોતાની બહેનપણીને મળે છે ત્યારે જાતીય સંબંધોની વાતો થાય છે. એવામાં જો તમારી પત્નીની બહેનપણી એવું કહે કે તે અઠવાડિયાના પાંચ-સાત દિવસ પોતાના પતિ સાથે સમાગમનું સુખ માણે છે. ત્યારે આવી વાતો સાંભળીને તમારી પત્નીના મનમાં પણ એવી ભાવનાઓ જરૂર આવશે કે 'મારા પતિ મને પ્રેમ કરતા નથી.'

પુરુષોની વાત કરીએ તો તેમના મનમાં સંબંધોમાં ખટાશ ત્યારે જ આવે છે જ્યારે તે સમાગમ માટે પોતાની પત્નીની નજીક જવા ઇચ્છે ત્યારે પત્ની તેના માટે ના પાડે છે. લાખ મનાવવા છતાં પણ જો પત્ની પડખું વાળીને સૂઈ જાય ત્યારે વાત વણસે છે અને ઝઘડા થવાના શરૂ થઈ જાય છે.

પુરુષો માટે ટિપ્સ

*સમાગમનો અર્થ માત્ર શારીરિક સુખ જ ન સમજશો. જ્યારે તમારી પત્ની રાજી હોય ત્યારે જ સમાગમ કરો.

*એકાંત મળે કે તરત જ તમારી પત્નીને મજબૂત આલિંગન આપો અને ચુંબનના માધ્યમથી પ્રેમનો એકરાર કરો.

*પત્નીની નજીક જતી વખતે મનમાં કોઈ પણ પ્રકારનો તણાવ ન રાખશો. એવી કોઈ વાત પણ ન કરશો, જેનાથી તમારી પત્ની નારાજ થાય.

*સમાગમ માટે તૈયાર થઈ રહ્યાં હો તે દરમિયાન પત્નીને ઓફિસ, મિત્રો, પરિવારના અન્ય સદસ્યોની વાત ક્યારેય ન કરશો.

*બેડરૂમમાં મળો ત્યારે સીધી સમાગમની વાત ન કરો, તેનાથી નકારાત્મક પ્રભાવ પડે છે.

સ્ત્રીઓ માટે ટિપ્સ

*એવું કહેવાય છે કે પતિઓના દિલ સુધી પહોંચવાનો સૌથી સારો રસ્તો તેમનું પેટ હોય છે, તેથી જ્યારે પતિ સાથે ઝઘડો થયો હોય ત્યારે તેને મનાવવા માટે તેની મનપસંદ વાનગીઓ બનાવો.

*સામાન્ય રીતે પુરુષો જ સમાગમ માટે પહેલ કરે છે, પરંતુ જો તમે પહેલ કરશો તો પ્રેમ વધશે.

*સ્ત્રીઓનું સૌથી મોટું આકર્ષણ તેમનાં કપડાં હોય છે, તેથી એવાં વસ્ત્રો પહેરો જે તમારા પતિને વધારે ગમતાં હોય. આંતર્વસ્ત્રો પણ.

*સમાગમ પછી તરત જ પતિને પોતાનાથી અલગ ન કરશો. થોડી વાર પ્રેમભરી વાતો કરો. તેનાથી તમારા સંબંધો પહેલાં જેવા મધુર બની જશે.

*પતિની નજીક જવાની સૌથી સરળ રીતે છે તેમને લપાઈ જવું કે વળગી પડવું. એવું બની શકે કે નારાજગીને કારણે તમારો પતિ કોઈ રિસ્પોન્સ ન આપે. આવું થાય ત્યારે ગુસ્સે ન થશો.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com