ગાંધીનગર, તા. 20
રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારના રોજ સવારે સાડા છ કલાકે કેનેડા અને અમેરિકાના 12 શહેરોમાં વસતા ગુજરાતીઓને પ્રૌદ્યોગિકીની મદદથી 'ગુજરાત દિવસ' અંતર્ગત સંબોધન કર્યું હતું.
- આજે સવારે સાડા છ વાગ્યે ગુજરાત દિવસનું પ્રસારણ
- બંને દેશોના ૧૨ શહેરોમાં મોદી સાથે થયો વાર્તાલાપ
'ગુજરાત દિવસ' નિમિત્તે નરેન્દ્ર મોદીએ લાઈવ વીડિયો કોન્ફરન્સિંગથી સંબોધ કર્યું હતું. કેનેડા અને અમેરિકામાં વસતા ગુજરાતીઓને ગુજરાતે કરેલી વિવિધ ક્ષેત્રે પ્રગતિનો સુપેરે માહિતી આપી હતી. તેમને વધુમાં જણવતા કહ્યું કે, ''ગુજરામાં કૃષિ, ઉદ્યોગ, પશુપાલન, પ્રૌદ્યોગિકીનો સરસ વિકાસ થયો છે. નવા નવા ઉદ્યોગો હવે ગુજરાત તરફ વળી રહ્યા છે.'' એક ટકોર કરતા મુખ્યમંત્રી મોદીએ કહ્યું કે, '' ગુજરાતના પશુપાલકોની પ્રગતિને લીધે જ દિલ્હીવાસીઓ ચા પી શકે છે.'' અંતમાં તેમને ઉત્તર ગુજરાતના મહેસાણામાં ગુજરાતની 'ધોરી નસ' સમાન નર્મદા કેનાલ પર સોલર પ્લાન્ટ અંગેની માહિતી પણ આપી હતી જેને લીધે વીજળીનું ઉત્પાદન મોટા પ્રમાણમાં શરૂ થઈ શકે છે.
'ઈન્ડિયન ગુજરાતી એસોસિયેશન ઑફ અમેરિકા'એ નરેન્દ્ર મોદીને સંબોધન માટે આમંત્રણ આપ્યું હતું. આ કારણે તેઓ ગુજરાત દિવસે વીડિયો કોન્ફરન્સથી અમેરિકા અને કેનેડાના ગુજરાતીઓને સંબોધિત કર્યા હતા.