અમદાવાદ, તા. ૨૦
'સંદેશ' અને રેડિયો સિટી ૯૧.૧ એફએમના સંયુક્ત ઉપક્રમથી 'ગલ્લી ક્રિકેટ લીગ' (જીપીએલ) સિઝન-૨માં રમતપ્રેમીઓ ભારે ઉત્સાહથી રસ લઈ રહ્યા છે. જીપીએલ હવે નિર્ણાયક મોડ પર આવી પહોંચી છે. રવિવારે જીપીએલની ક્વાર્ટર ફાઈનલમાં મેચો રમાઈ હતી. ક્વાર્ટર ફાઈનલમાં સેટેલાઈટ સુલતાને (કેપ્ટન-મુકેશ મરોથા) બાપુનગર બાદશાહ સામે ૮ વિકેટે વિજય મેળવ્યો હતો. અન્ય મેચમાં મણિનગર ફાઈટર્સ સામે પાલડી ચેમ્પિયન્સ (કેપ્ટન-મનીષ વાઘેલા)નો ૯૩ રને, શાહીબાગ રોયલ્સ સામે નવરંગપુરા વોરિયર્સ (કેપ્ટન-ધીરુ મકવાણા)નો ૩ રને અને નારણપુરા કિંગ્સ (કેપ્ટન-મનીષ બહ્મભટ્ટ) સામે સાબરમતી રોકેટ્સનો ૮૯ રને વિજય થયો હતો, હવે આવતા રવિવારે સેમિફાઈનલ અને ફાઈનલ મેચ રમાશે.
પાવરલિફ્ટિંગમાં બીજો ક્રમ
ગુજરાત સ્ટેટ પાવરલિફ્ટિંગ એસોસિયેશન દ્વારા આયોજિત સબ જુનિયર ગુજરાત સ્ટેટ પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પારેશનના સભ્ય વાઘેલા ર્હાિદક અનંતભાઈએ ૫૩ કિ.ગ્રા. વેઈટ ગ્રુપની જુદી જુદી સ્પર્ધામાં ભાગ લઈ બીજો ક્રમાંક મેળવ્યો હતો.