Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 18,2013 03:41:37 PM IST
 

ખંભાળિયામાં ડહોળા પાણીના વિતરણથી લોકોમાં દેકારો

May 21, 2012 Rajkot > Jamnagar
 
comment     E-Mail     Print    
 
Viewed: 322
Rate: 0
Rating:
Bookmark The Article

ખંભાળિયા,તા,ર૦

ખંભાળિયા શહેરમાં છેલ્લા થોડા દિવસોથી ડહોળા પાણીનું વિતરણ કરવામાં આવતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.શહેરમાં રોગચાળો ફેલાઈ તે પહેલાં પગલાં લેવા માગણી ઉઠવા પામી છે.

  • જન આરોગ્ય પર તોળાતો ખતરો

શહેરમાં મુખ્યત્વે ઘી ડેમમાંથી પાણી વિતરણ કરવામાં આવે છે. હાલમાં ડેમમાં પાણીનો જથ્થો ડેડ વોટર સુધી પહોંચવા આવ્યો છે. જેના કારણે લોકોને નળ દ્વારા વિતરણ કરવામાં આવતું પાણી ડહોળું હોવાની ફરિયાદ ઉઠી છે. આ ઉપરાંત ખંભાળિયા રેલવે સ્ટેશનમાં પાણીના પરબ દ્વારા આપવામાં આવતું પાણી ડહોળુ અને આરોગ્યને હાનિકારક હોવાનું જાણવા મળ્યું છે. રોગચાળો ફાટી નિકળે તે પહેલાં શુધ્ધ પાણીનું વિતરણ કરવા લોકોની માગણી છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com