Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 19,2013 01:50:09 PM IST
 

બ્રિટિશ યુનિર્વિસટીઓમાં ભારતીય વિદ્યાર્થીઓની અરજીઓમાં ઘટાડો

May 20, 2012 NRI > UK
 
Tags:   Visa Student British Loss comment     E-Mail     Print    
 
Viewed: 2788
Rate: 5.0
Rating:
Bookmark The Article

લંડન, તા. ૨૦

સપ્ટેમ્બર-ઓક્ટોબરથી શરૂ થતાં એકેડેમિક વર્ષ માટે આ વર્ષે બ્રિટનની યુનિર્વિસટીઓમાં વિદેશી વિદ્યાર્થીની અરજીઓમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ૩૦ ટકા જેટલા થયેલા આ ઘટાડા પાછળ ડેવિડ કેમરૂનની સરકારે વિઝા પર મૂકેલાં નિંયત્રણો કારભૂત હોવાનું યુનિર્વિસટીઓ જણાવી રહી છે. મોટેભાગે ભારતીય વિદ્યાર્થીઓની અરજીઓમાં ઘટડો નોંધાયો છે.

બ્રિટનમાં સ્ટુડન્ટ વિઝા પર લાદવામાં આવેલાલાં નિયંત્રણો કારણભૂત
યુનિર્વિસટીઓની અરજીઓમાં લગભગ ૩૦ જેટલો ઘટાડો નોંધાયો
 

સપ્ટેમ્બરમાં કોર્સ શરૂ થવાથી બ્રિટનમાં વિદ્યાર્થીઓ આવતાં અરજીઓમાં થયેલા ઘટાડાનો ચોક્કસ આંક ત્યારે જાણી શકાશે. પરંતુ એપ્રિલ-મેમાં આ વર્ષે ઓછી અરજીઓ મળી છે જે દર્શાવે છે કે વિદ્યાર્થીઓ હવે બ્રિટનને બદલે બીજા દેશો તરફ નજર દોડાવી રહ્યા છે.

હાઈ ફી ચૂકવતા વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષવાની બાબતમાં બ્રિટનને મુખ્યત્વે કેનેડા અને ઓસ્ટ્રેલિયા સાથે તીવ્ર સ્પર્ધા કરવી પડે છે પરંતુ સરકાર દ્વારા કરવામાં આવેલા સ્ટુડન્ટ વિઝાના ફેરફારો, જેમાં અભ્યાસ પૂર્ણ થયા બાદ નોકરી કરવા પર લગાડવામાં આવેલાં નિયંત્રણોને કારણે લગભગ અરજીઓમાં ૩૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. અભ્યાસ પૂર્ણ થયા બાદ બ્રિટનમાં જ નોકરી કરવાની બાબતને ભારત અને નાઇજિરિયામાં વધુ મહ્ત્ત્વ આપવામાં આવે છે.

બ્રિટનમાં ૧૩૪ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતી યુનિર્વિસટીઝ યુકેએ બ્રિટનના વડાપ્રધાનને વિઝા નિયંત્રણો અંગે માહિતગાર કર્યા છે. આ નિયંત્રણોને કારણે યુનિર્વિસટીઓને દર વર્ષે આશરે પાંચથી આઠ બિલિયન પાઉન્ડનું નુકસાન થવાની શક્યતા છે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com