Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 11:31:25 AM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
Breaking News વડાપ્રધાન બપોરે 2 વાગે ઉત્તરાખંડની મુલાકાત લેશે
 

અમેરિકાના વિઝા ફી વધારા સામે ભારત WTOમાં જશે

May 21, 2012 NRI > US
 
Tags:   India Visa America WTO comment     E-Mail     Print    
 
Viewed: 4640
Rate: 1.0
Rating:
Bookmark The Article

નવી દિલ્હી, તા. 21

ભારતીય સોફ્ટવેર કંપનીઓ માટે ભેદભાવ રાખવામાં આવ્યો હોય તે રીતે એચ-વનબી અને એલ-વન કેટેગરીના વિઝામાં કરાયેલા વધારાના વિરોધમાં ભારત આ સપ્તાહે વિશ્વવ્યાપાર સંગઠન (વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન-ડબલ્યૂટીઓ)નાં છત્ર હેઠળ અમેરિકા સાથે સલાહમસલતની માગ કરશે.

WTOનાં છત્ર હેઠળ અમેરિકા સાથે મસલતની ભારતની માગ

વાણિજ્ય અને ઉદ્યોગમંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, "અમે અમારા કેસને અંતિમ સ્વરૃપ આપી દીધું છે. અમેરિકી વિઝા ફીમાં વધારો ભારતીય આઇટી કંપનીઓ વિરુદ્ધનું ભેદભાવપૂર્ણ પગલું છે. આ સપ્તાહે અમે વિધિવત ફરિયાદ કરીશું અને ડબલ્યૂૂૂટીઓનાં છત્ર હેઠળ સલાહમસલત માગીશું. સલાહમસલતની તારીખ અને સ્થળ હજુ નક્કી થયાં નથી."

ડબલ્યૂટીઓની પ્રોસિજર મુજબ, સલાહમસલત એ ડબલ્યૂટીઓ સમક્ષ ફરિયાદનો પ્રથમ તબક્કો છે. અમેરિકાએ મેક્સિકો સાથેની સરહદે સલામતીના વધતા ખર્ચને પહોંચી વળવા વર્ષ ૨૦૧૦માં વિઝા ફી વધારી હતી, જેનો ભારત જુદા જુદા મંચ પરથી વિરોધ કરી રહ્યું છે.

 
 
કયા વિઝાની ફી કેટલી વધી હતી ?

સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અમેરિકાએ એચ-વનબી વિઝાની ફીમાં એપ્લિકેશનદીઠ ૨,૦૦૦ ડોલરનો અને એલ-વન વિઝાની ફીમાં એપ્લિકેશનદીઠ ૨,૭૦૦ ડોલરનો વધારો કર્યો હતો.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com