Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 04:51:03 AM IST
 

જો તમારા ઘરમાં આ હશે તો સુખ-સમૃદ્ધિ દોડતી આવશે !

May 22, 2012 Offbeat
 
Tags:   Spiritual Aquarium Vastu tips Home Tips Astrology Hindu Vastu shastra Peace Religion Ancient King Lake Ancient comment     E-Mail     Print    
 
Viewed: 13930
Rate: 3.0
Rating:
Bookmark The Article

નવી દિલ્હી, તા. 22

જો તમે પોતાના ઘર રાખેલ એક્વેરિયમને માત્ર શણગાર કે રાચરચીલું સાધન સમજતા હોવ તો આ માન્યતા તમારી ભૂલભરેલી છે. એક્વેરિય સજાવટની સાથે સાથે તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવવામાં ખૂબ સહયોગ કરે છે. માછલી અંગે પ્રાચીન કાળથી એવી માન્યતા પ્રવર્તી આવી રહી છે કે તે લક્ષ્મી લાવે છે. આને પાળવાથી ધનમાં વધારો થાય છે. આ આધારે પ્રાચીન કાળમાં રાજા મહારાજા પોતાના કિલ્લામાં એક નાનું તળાવ બનાવતા અને તેમાં માછલીઓ પાળતા.

આજે અમે તમને જણાવીએ કે એક્વેરિયમ કઈ રીતે તમારા જીવનમાં ધન, વૈભવ, સુખ અને સમૃદ્ધિ લાવે છે. એક્વેરિયમ પરિવારમાં પ્રેમપૂર્ણ માહોલ યથાવત્  રાખવામાં મદદ કરે છે. કલેશ-કંકાશથી દૂર રાખે છે. એક્વેરિયમમાં માછલીઓને જળ વિચરણ કરવા દેવાથી તમારા વિકાસનો માર્ગ પ્રશસ્ત થાય છે. એટલું જ નહીં જો તમારા પરિવાર પર કોઈ મોટી વિપત્તિ આવી રહી હોય ત્યારે આ એક્વેરિયની માછલીઓ પોતાની પર લઈ લે છે. આના કારણે કોઈવાર અકસ્માતે માછલીનું મોત થઈ જતું હોય છે. જો જે સ્થાને કામ કરતા હોવ અને આ સ્થાને એકવેરિયમ રાખ્યું હોય તો તે તમારામાં હંમેશાં નવી ઊર્જા ભરશે. માનિક સંતોષ અને મનને નવા વિચારોનાં પ્રવાહોથી પ્રફૂલ્લિત કરશે.

એકવેરિયમ કઈ દિશામાં રાખવું-
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે એક્વેરિયને હંમેશા ઘરની ઉત્તર-પૂર્વના ખૂણામાં રાખવું જોઈએ. કદી ઓરડાની મધ્યમાં કે ટેબલ પર ન રાખવું. એકવેરિયમને કદી દક્ષિણ દિશામાં ન રાખવું. રાત્રીના સમયે રૂમની લાઈટ ઓલવી દીધા બાદ પણ એકવેરિયમની લાઈટ ચાલુ રહેવી જોઈએ. આનાથી ઘરમાં કોઈ પણ પ્રકારની ખરાબ કે દુષ્ટ પ્રેત આત્માઓ પ્રવેશતી નથી.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com