વિઝા એ ટુ ઝેડ - મૌલિન રમેશ રાવલ
૩ દીકરીઓને મૂકીને મારી પત્ની ૨૨ વર્ષ પહેલાં મૃત્યુ પામી છે. એક દીકરી ન્યુજર્સી અને બીજી મેરીલેન્ડમાં રહે છે. મારી એક દીકરીને તેનાં સાસુ સાથે બનતું નથી. માટે બે વખત આપઘાતનો પ્રયાસ પણ કરેલો છે. તેના ઉપર ખૂબ ત્રાસ ગુજારાય છે. મારે પુત્ર નથી તેથી મારી વૃદ્ધ અવસ્થાનો કોઈ આધાર નથી. દીકરીને મગજના ડોક્ટરે આપેલ દવા કાયમ ખાવી જ પડે છે. મને દશ વર્ષના અમેરિકાના વિઝા મળે તો હું અમેરિકા જઈ તેના દુઃખમાં ભાગીદાર થઈ શકું તે માટે આપની સલાહ જોઈએ છે.
- નટવરભાઈ પટેલ, અમદાવાદ
તમારા દુઃખનું નિવારણ તદ્દન સહેલું અને સચોટ છે. તમે વિઝિટર માટે પ્રયત્ન જરૂર કરી શકો. જો વિઝા ન મળે તો તમારી દીકરીએ હું કહું તેવી એક પિટિશન ફાઈલ કરવાથી તમે અમેરિકા જઈ શકશો. એમાં ચિંતાનું કોઈ કારણ નથી.
હું ૪૯ વર્ષની અનમેરિડ છું. બેંકમાં નોકરી કરું છું. અમેરિકાના ટૂરિસ્ટ વિઝા માટે ઈન્ટરવ્યૂ આપ્યો ત્યારે મારી રજાઓ મંજૂર કરતો લેટર, સેવિંગ એકાઉન્ટમાં મોટું બેલેન્સ, ફિક્સ ડિપોઝીટસ વગેરે ઘણાં પુરાવાઓ સાથે લઈ ગઈ હતી. પણ મારી બહેન અમેરિકા રહેતી હોવાનું જણાવ્યું ન હતું. એટલે મારી અરજી રિજેક્ટ કરવામાં આવી. બાદમાં મારી દુબઈ બદલી થઈ ત્યાંથી મેં અમેરિકા માટે અરજી કરી તો એ પણ રિજેક્ટ થઈ. મારી બહેનના મતે મારે ત્રીજી વખત અરજી કરવી જોઈએ. એ માટે મારે શું ધ્યાનમાં રાખવું જોઈએ?
- બીના દેસાઈ, દુબઈ
તમારું ડી.એ.૧૬૦ ફોર્મ જેણે ભરી આપ્યું હોય તેણે ગોલમાલ કરી છે. તમારા જેવા કોઈ પણ ભોગે અમેરિકા જવા ઉત્સુક લોકો એજન્ટોની જાળમાં ફસાઈ ખોટા રૂપિયા અને અમેરિકા જવાની તક વેડફી નાખે છે. અમેરિકાના કે કોઈ પણ દેશના વિઝા એજન્ટ, કન્સલટન્સી એજન્સી કે સગાંવહાલાં મિત્રો કે મારી પોતાની સલાહથી નથી મળતા. એ જ રીતે કેટલાક મોટી બોક્સ ફાઈલ ભરાઈ જાય તેવા પુરાવા, દસ્તાવેજો, પેપર્સ માત્ર એકસ્ટ્રા પૈસા પડાવવા તૈયાર કરાવે છે પણ તેનાથી પણ વિઝા મળી જાય એવું જરૂરી નથી. તમારાં બહેને આપેલી સલાહ પણ તમારા માટે કાયમી ધોરણે અમેરિકાના દરવાજા બંધ કરનારી છે. માટે હવે ત્રીજી વખત એપ્લાય કરવાની ભૂલ કરતાં નહીં. એના કરતાં તમારાં સિસ્ટરને કહો ત્યાંથી તમારા માટે પિટિશન ફાઈલ કરે.
મારી અમેરિકાની રિ-એન્ટ્રી પરમિટ ફેબ્રુઆરી ૨૦૧૩ સુધીની છે. તે પહેલાં કાયદેસર જઈ શકં?
- મીના પ્રવીણ ગાર્ડ, વડોદરા
પરમિટની છેક છેલ્લી તારીખ સુધી ઇન્ડિયામાં રહેવં નહીં અને તારીખ પહેલાં ઓછામાં ઓછો પંદર દિવસનો ગેપ રાખવો. ટૂંકમાં જાન્યુઆરી ૨૦૧૩માં એન્ટર થવાનું પ્લાનિંગ રાખવું જોઈએ.
અમારી એફ-૩ની ફાઈલ ૨૦૦૫ની છે. એ એપ્લિકેશનમાં મારી બે નાની દીકરીઓનાં નામ ચઢાવી તેમને અમેરિકા લઈ જવી હોય તો શું કરવું? - અમિત જી. છત્રાળા, જૂનાગઢ.
જો અમેરિકાના લોયર મારફતે પિટિશન કરાવવી હોય તો તેની મારફતે બન્નેનાં સર્ટિટફાઈડ બર્થ સર્ટિટ. સાથે એક અરજી કરવી જોઈએ. જાતે કરી હોય તો હું જણાવું તેવી એક અરજી કાયદાનુસાર કરવાથી બન્ને દીકરીનાં નામ પિટિશનમાં ઉમેરાય તો તમારી સાથે આવી શકે.
મારી સપ્ટેમ્બર ૨૦૦૧ની એફ-૪ની પિટિશનમાં દીકરાની જન્મતારીખ ૨૮-૯-૧૯૯૨ની છે તો મારા પુત્રનો વિઝાકોલ આવશે? - ભૂપેન્દ્રસિંહ વીરેન્દ્રસિંહ માત્રોજા, વડોદરા
તમારો વિઝાકોલ આવતા સુધીમાં તમારા પુત્રને ૨૧ વર્ષ પૂરાં થઈ જવાની શક્યતા છે. માટે તમારા પુત્રની વિઝા ફી ભરી દીધી હોય તો પણ હું જણાવું તેવી નવા કાયદા અન્વયે એક પિટિશન દસ્તાવેજો તથા બર્થ સર્ટિટ. સહીત વહેલી તકે ફાઈલ કરવાથી પુત્રનો વિઝા કોલ આવી શકે છે. અન્યથા તેનં નામ વિઝા ઈન્ટરવ્યૂમાંથી નીકળી જશે અને ફી પરત આપશે.
મારી એફ-૪ની પિટિશન ૨૦૦૦ના વર્ષની છે. હજુ સુધી વિઝા કોલ આવ્યો નથી. એજન્ટને પૂછયું તો કહે છે કે ફાઈલ ધીમી ચાલે છે. એ વાત સાચી? - યોગેશ જે.કાપડિયા, ચીખલી
ના, એજન્ટ તમને ગેરમાર્ગે દોરે છે. તમારી તારીખવાળા ઘણા લોકોના વિઝાકોલ આવી ગયા છે. ત્યાર પછી એપ્લાય કર્યું હોય એવા લોકોના વિઝાકોલ પણ આવી ગયા છે. પિટિશનર કે તમારું સરનામું બદલાયું હોય તો પણ એ સરનામે પેપર પરત આવી ગયાં હોય એવું બની શકે. એ રીતે પેપર પરત ગયાં હશે તો ફાઈલ ક્લોઝ થઈ ગઈ હશે. જેથી તમારે પૂરતી તપાસ કરી લેવી જોઈએ.
હું ૭૨ વર્ષનો અમેરિકન સિટિઝન છું. મારે ઓ.સી.આઈ. કાર્ડ દ્વારા ઇન્ડિયામાં પ વર્ષ રોકાવું છે તો મારે સોશ્યલ સિક્યુરિટી એજન્સીને જાણ કરવી જરૂરી છે? - કુંદન એ.રાણા, અમદાવાદ
જો તમે સોશિયલ સિક્યોરિટીમાંથી કોઈ પણ જાતની રકમ, લાભ, મેડિકેર તથા અન્ય કોઈ પણ જાતનો બેનિફીટ લેતા હો તો જરૂર જાણ કરવી. કેટલાક કેસમાં જાણ ન કરવી ગુનો ગણાય છે.
(લેખક ઇમિગ્રેશન એડવોકેટ છે)
તમારા વિઝા સંબંધિત સવાલો મોકલી આપો અથવા મેઈલ કરોઃ વિઝા એ ટુ ઝેડ, સંદેશ, ર્પૂિત વિભાગ, વસ્ત્રાપુર, અમદાવાદ. સવાલમાં બિનજરૂરી વિગતો ન ઉમેરવી તેમજ સરનામું પૂરું લખવું. એ સિવાયના સવાલોને સ્થાન મળશે નહીં.
viza.sandesh@gmail.com