Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 20,2013 11:30:45 AM IST
 

અમેરિકામાં પત્નીને ગુલામની જેમ રાખનાર ભારતીયને થઈ ગજબની સજા

May 24, 2012 NRI > US
 
Tags:   NRI Housband Wife Issau comment     E-Mail     Print    
 
Viewed: 30825
Rate: 4.1
Rating:
Bookmark The Article

 ન્યુયોર્ક, તા. ૨૪

એક ભારતીય પતિને અમેરિકાની કોર્ટે તેની પત્નીની જાતિય સતામણી અને તેને ગુલામની જેમ રાખવા બદલ દોષિત ઠરાવ્યો છે. જો કે કોર્ટે તેને આ ગુના માટે જેલની સજા કરવાને બદલે ત્રણ વર્ષના પ્રોબેશન અને ૨૦૦ કલાક માટે સમાજ સેવા કરવાની સજા ફટકારી છે.

વિશાલ જલોટા નામના વ્યક્તિને કોર્ટે ૨૦૦ કલાક સમાજસેવાની સજા ઉપરાંત ૧૦૦૦ અમેરિકી ડોલરનો દંડ પણ કર્યો છે, તેમજ તેની પત્નિની સુરક્ષા માટે તેનાથી કાયમી દુર રહેવાનો આદેશ પણ આપ્યો છે. વિશાલની પત્નિ તેની સાથે એરેન્જ મેરેજ કર્યા બાદ અમેરિકા આવી હતી, જો કે અમિરિકામાં આવ્યા બાદ તેણી અને જાતિય અને શારિરીક સતામણીનો ભોગ બની હતી.

ભારતીય પતિને ૨૦૦ કલાક સમાજ સેવાની સજા કરાઇ
 

ન્યાયાધિશ વિલિયમ્સ નેલસને વિશાલ જલોટાને જેલની સજા કરવાને બદલે ૨૨૦ કલાક સમાજ સેવા અને ત્રણ વર્ષના પ્રોબેશનની સજા સંભળાવી હતી.

વિશાલની પત્નિ સાથે બીજા કુંટુંબીજનો દ્વારા પણ ત્રણ વર્ષથી દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. સતામણીમાં વિશાલના માતા અને બહેન પણ સામેલ હતાં. ન્યાયાધિશે વિશાલની માતા પરવિન અને તેની બહેન રજનીને લેબર ટ્રાફિકિંગના ગંભીર ગુના હેઠળ દોષિત ઠેરવ્યાં છે.

પરવિન પર આરોપો હતા કે ઓછું કામ કરવા બદલ વિશાલની પત્નીને તે ઇસ્ત્રી વડે ડામ આપતી હતી. પરવિન અને રજનીને વધારેમાં વધારે ૭ વર્ષની સજા થઇ શકે છે, સજા આવતા મહિને સંભળાવવામાં આવશે. વિશાલના પિતાને પણ લેબર ટ્રાફિકિંગ અને જાતિય સતામણીના ગુનામાં દોષિત જાહેર કરાયા છે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com