Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 27,2013 08:24:09 AM IST
 

મને વ્યવહાર પેટે રૂ. ૧૫ હજાર આપી દેજો, નહીં તો તમારું બિલ ભૂલી જજો

May 25, 2012 Baroda > Baroda City
 
comment     E-Mail     Print    
 
Viewed: 806
Rate: 3.0
Rating:
Bookmark The Article

વડોદરા, તા.૨૪

'' જો તમારે તમારૂ બિલ મંજૂર કરાવવું હોય તો, મને વ્યવહાર પેટે રૂ. ૧૫ હજાર આપી દેજો, નહીં તો તમે તમારૂ બિલ ભૂલી જજો'' તેવી ખુલ્લી ધમકી ગઈકાલે લાંચ લેતાં ઝડપાયેલા વોર્ડ નં.૭ના કાર્યપાલક ઈજનેરે કોન્ટ્રાક્ટરને આપી હતી. ગયા વર્ષે પૂર્વ સિટી એન્જિનિયર ટેલર લાંચ લેતાં ઝડપાયા બાદ પણ હજુ ય કોર્પારેશનના ભ્રષ્ટ્ર અધિકારીઓ લાંચ લેવાનું છોડતા નથી.

  • એસીબીએ ઈજનેરને કોર્ટમાં રજૂ કરતાં અદાલતે જેલમાં ધકેલ્યા
  • ઈજનેર હિરેન પટેલની સતત ઉઘરાણીથી કોન્ટ્રાક્ટર કંટાળી ગયો હતો
  • નાયબ કાર્યપાલક ઈજનરે ખુલ્લી ધમકી આપી

હિરેને મહેરભાઈ પાસેથી બિલ લઈને વાંધાઓ વાંચી જણાવ્યું કે, 'આ ફાઈલ ગુમ થઈ ગઈ છે, અને તેમાં પરિપત્ર ૫૦-૯૦ બી અન્વયે મંજૂરી મેળવવી પડશે, આ તમારૂ બિલ મારા નોટિંગ સિવાય કાર્યપાલક ઈજનેર સહી કરી શકે તેમ નથી, કારણ કે આ બિલમાં મારે નોટિંગ કરવાનું છે.' હિરેન પટેલે મહેરભાઈ પાસેથી અસલી બિલ અને મેજરમેન્ટ બુક લઈને તેની ઝેરોક્ષ તેમને આપી હતી. તે પછી 'જો તમારે બિલ મંજૂર કરાવવું હોય તો રૂ. ૨૦ હજાર આપવા પડશે, એડવાન્સ આપો તો જ તમારૃં કામ કરી આપીશ.' હિરેન પટેલે માંગેલી લાંચના કારણે મહેરભાઈ તરત જ ત્યાંથી નીકળી ગયા હતા. ત્યારબાદ તા. ૨૧મીએ ફરી મહેરભાઈએ હિરેન પટેલનો સંપર્ક કર્યા હતો.

આ સમયે પણ હિરેને કહ્યં કે, તમારે બિલ મંજૂર કરાવવું હોય તો ૨૦ હજાર આપવા જ પડશે. અંતે રકઝક બાદ લાંચની રકમ રૂ. ૧૫ હજાર નક્કી થઈ હતી. તા. ૨૨મીએ મહેરભાઈ ફરી હિરેન પટેલને મળ્યા. ત્યારે પણ હિરેને રૂ. ૧૫ હજાર લઈને આવ્યો છો.? તેમ કહેતા મહેરભાઈએ ના પાડી હતી. એટલે, છંછેડાઈ કહ્યું કે, 'જો તમારે તમારું બિલ મંજૂર કરાવવું હોય તો મને વ્યવહાર પેટે રૂ. ૧૫ હજાર આપી દેજો, નહીં તો તમે તમારૂ બિલ ભૂલી જજો, તમે મને રૂ. ૧૫ હજાર આપશો તો જ હું તમારા બિલના વાંધા બાબતની પૂર્તતા કરીશ, તમે આવતીકાલે ઓફિસ છુટવાના સમય પછી ઓફિસે આવી મને મળી વ્યવહારના રૂ. ૧૫ હજાર આપજો, તો જ હું તમારા બિલની પૂર્તતા કરીશ.' પણ, ગઈકાલે બપોરે મહેરભાઈ રૂ. ૧૫ હજારની સાથે એ.સી.બી.ની ટીમ લઈને વોર્ડ નં.૭ની ઓફિસે પહોંચી ગયા. અંતે રૂ. ૧૫ હજારની લાંચ લેતા હિરેન પટેલ એ.સી.બી.ના છટકામાં સપડાઈ ગયા હતા. એ.સી.બી.એ આજે તેમને કોર્ટમાં રજૂ કરતાં અદાલતે તેમને જેલમાં મોકલી આપ્યા હતા.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com