Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 10:32:05 PM IST
 

ખોટું કાર્ય ક્યારેય છૂપું રહેતું નથી

May 25, 2012 Supplements > Kids World
 
comment     E-Mail     Print    
 
Viewed: 2885
Rate: 3.7
Rating:
Bookmark The Article

એ ક દિવસ શહેરના એક વેપારીએ બિરબલને આવીને ફરિયાદ કરી કે, ગઈ કાલે મારા ઘરમાં ચોરી થઈ છે. વેપારીના કહેવા પ્રમાણે એક વેપારના સોદામાં તેને મળેલી મોટી રકમ તેણે થેલીમાં રાખીને તિજોરીમાં રાખી હતી અને બીજા દિવસે એ તિજોરીમાંથી થેલી ચોરાઈ ગઈ હતી. બિરબલે પૂછયું કે, "તમને કોઈ પર વહેમ છે?" વેપારી બોલ્યો કે થેલી તિજોરીમાં મૂકી ત્યારે મારા ચાર નોકરો સિવાય કોઈ જ હાજર ન હતું. નોકરોમાંથી જ કોઈએ ચોરી કરી હોવી જોઈએ, પણ કયા નોકરે કરી હશે એ જાણી શકાયું નથી. ચોરમાંથી એકેયે ચોરીની કબૂલાત કરી નથી. બિરબલે વેપારીની વાત સાંભળીને તેને હૈયાધારણા આપી અને બીજા દિવસે ચારેય નોકરોને બોલાવ્યા. ચારમાંથી એક પણ નોકરે ચોરી કરી હોવાની કબૂલાત ન આપી, એટલે બિરબલે એક યુક્તિ કરી. ચારેય નોકરોને એક એક લાકડીનો ટુકડો આપ્યો અને કહ્યું કે, "આ કોઈ સામાન્ય લાકડીના ટુકડા નથી. આ ચમત્કારિક ટુકડા છે. અત્યારે તો આ ચારેય ટુકડાઓ એકસરખા છે, પણ જે ટુકડાને ચોરના હાથનો સ્પર્શ થશે તે ટુકડો કાલ સવાર સુધીમાં ચાર આંગળ વધી જશે. કાલે જેનો ટુકડો ચાર આંગળ મોટો હશે તેને દેહાંતદંડની સજા કરવામાં આવશે." આટલું કહીને બિરબલે ચારેયને અલગ અલગ ઓરડીમાં રહેવા અને સૂવા મોકલી દીધા. રાત પડી. જેમણે ચોરી કરી ન હતી તે નોકરો રાત્રે નિરાંતે ઊંઘવા લાગ્યા, પરંતુ ચોરી કરનાર નોકરને ઊંઘ ન આવી. તેને થયું: "કાલે સવારે આ લાકડીનો ટુકડો વધી જશે તો મારું શું થશે? તેને એક વિચાર આવ્યો, "આ લાકડીને જ હું ચાર આંગળ કાપી નાખું તો કાલે એ લાંબી થાય ત્યારે પણ પેલા ત્રણ જણની લાકડીઓ જેટલી જ લંબાઈ થશે." આટલું વિચારીને તેણે લાકડીને ચાર આંગળ જેટલી કાપી નાખી અને પછી નિરાંતે સૂઈ ગયો. બીજા દિવસે સવારે બિરબલે ચારેય નોકરોની લાકડીઓ જોઈ, તો એક નોકરની લાકડી ચાર આંગળ નાની જણાઈ. બિરબલે ધારણા કરી જ હતી કે જેણે ચોરી કરી જ હશે તે આવું જ કરશે. બિરબલે પેલા વેપારીને કહ્યું, "આ રહ્યો તમારી થેલીનો ચોર." પછી પેલા નોકર સામે લાલ આંખ કરીને કહ્યું, "બોલ ક્યાં મૂકી છે પૈસાની થેલી?" નોકર ધ્રૂજવા લાગ્યો. તેણે ચોરી કબૂલી લીધી. બિરબલે માલિકના ઘરમાંથી જ ચોરી કરવાના ગુના માટે એ નોકરને સખત જેલની સજા કરી.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
Sulekha-Home
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com