Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 01:11:30 PM IST
 

બ્રોડબેન્ડ કંપનીએ પાઈપલાઈન તોડી નાખતા લાખાબાવળ પાંચ દિવસથી પાણી વિહોણું

May 27, 2012 Rajkot > Jamnagar
 
comment     E-Mail     Print    
 
Viewed: 317
Rate: 0
Rating:
Bookmark The Article

જામનગર તા.ર૬

જામનગર જિલ્લાના દરેડ, મસીતીયા, લાખાબાવળ સહિતના ગામોના રસ્તા ઉપર મેસર્સ ઈન્ફોટેલ બ્રોડબેન્ડ ર્સિવસીસ કંપની દ્વારા ગેરકાયદેસર ખોદકામ કરવામાં આવતા પાણીની પાઈપલાઈન તુટી જતા લાખાબાવળના લોકોને પાંચ દિવસથી પાણી મળ્યુ નથી. આ કંપની સામે યોગ્ય પગલા લેવા જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા રજુઆત કરવામાં આવી છે.

  • કંપની સામે યોગ્ય પગલા લેવા જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા રજુઆત
  • જામનગર તાલુકાના દરેડ-મસીતીયા રોડ ઉપર

જામનગર જિલ્લા પંચાયત દ્વારા કોઈપણ જાતની કાયદા અને નિયમોની પ્રક્રિયા અપનાવ્યા વગર દરેડ, મસીતીયા, વાવ બેરાજા, ચંપાબેરાજા, લાખાબાવળ, જોઈન્ટ ટુ ખંભાળિયા એપ્રોચ રોડવાળી રાજાશાહીના માર્ગવાળી જગ્યા મેસર્સ ઈન્ફોટેલ બ્રોડબેન્ડ સર્વિસીસને ભાડાપટે આપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને આ કંપનીએ કોઈ પણ જાતના કરાર વગર જાહેર તેમજ ખાનગી જગ્યાએ ખોદકામ કામગીરી શરૂ કરી લીધી છે.

આવી પ્રવૃતિ સામે તંત્ર વાહકો આંખ આડા કાન કરી રહયા છે. આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા જામનગર જિલ્લા પંચાયતના સદસ્ય અને જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કાસમભાઈ ખફીએ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા કલેકટર, ડીએસપી સમક્ષ લેખિત રજુઆત પણ કરી છે.

કાસમભાઈ ખફીએ જિલ્લા પંચાયના માર્ગ-મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરને પણ પત્ર પાઠવી મેસર્સ ઈન્ફોટેલ બ્રોડબેન્ડ ર્સિવસીઝ લિમિટેડ-મુંબઈ સામે વગર મંજુરીએ કામ શરૂ કરવા સબબ કાર્યવાહી કરવા સામે કામ બંધ કરવા માંગણી કરી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે આ કંપની દ્વારા ગત તા.ર૧ના રોજ લાખાબાવાળ ગામની પાણી પુરવઠાની પાઈપ લાઈન તોડી નાખતા ત્રણેક દિવસથી ગ્રામજનોને પાણી મળતું નથી. જિલ્લા પંચાયતની મંજુરી વગર કંપનીએ આડેધડ ખોદકામ સહિતના કામો ચાલુ કર્યા છે જે અંગે રોજકામ કરી કાયદેસર કાર્યવાહી કરવી જરૂરી છે. ઉપરોકત કંપની સામે દંડાત્મક કાર્યવાહી કરવા તેમજ તેમનું કામ અટકાવવની માંગણી કરી જરૂર પડયે પંચાયત વતી પોલીસ ફરિયાદ કરવાનો આગ્રહ રાખી તાકીદે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કાસમભાઈ ખફીએ કરી છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com