ઉત્તરકાશી, તા. 27
હનુમાનજીના 12 નામનું સ્મરણ કરવાથી આયુષ્યમાં વધારો થવાની સાથે સમસ્ત ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે. આ 12 નામોનો સતત જાપ કરવાથી વ્યકિતને શ્રી હનુમાનજી મહારાદ 10 દિશાઓ અને આકાશ-પાતાળથી રક્ષા કરે છે. પ્રસ્તુત છે કેસરી નંદન બજરંગ બલિના 12 ચમત્કારિક અને અસરકારક નામ :
1-ॐ હનુમાન
2- ॐ અંજની સુત
3- ॐ વાયુ પુત્ર
4- ॐ મહાબલ
5-ॐ રામેષ્ઠ
6- ॐ પિંગાક્ષ
7-ॐ ઉદધિક્રમણ
8-સીતા શોક વિનાશન
9-ॐ લક્ષ્મણ પ્રાણ દાતા
10-ॐ દશગ્રીવ દર્પહા
11- ॐ અમિત વિક્રમ
12-ॐ ફાલ્ગુન સખા
નામનો અલૌકિક મહિમા-
- પ્રાંતકાળે સૂઈને ઊઠો તે અવસ્થામાં જ 12 નામોને 11 વખત લેનારનું આયુષ્ય લાંબું થાય છે.
-નિત્ય નિયમ પ્રમાણે નામ લેવાથી ઈષ્ટની પ્રાપ્તિ થાય છે.
- બપોરના સમયે નામ લેવાથી વ્યકિત ધનવાન થાય છે. સંધ્યા, બપોરના સમયે નામ લેવાથી વ્યકિત તમામ સુખોથી પરિપૂર્ણ થતી હોય છે.
- રાત્રીના સમયે આ નામ લેવાથી વ્યકિત શત્રુથી જીત મેળવી શકાય છે.
લાલ સહીથી મંગળવારના દિવસે ભોજપત્ર પર આ નામ લખીને મંગળવારના દિવસે માદળિયું બનાવીને બાંધવાથી માથા કે ગળાની કોઈ પીડા નથી થતી.