ચેન્નાઈ 27, મે
ચેન્નાઈ અને કોલકાતા વચ્ચે આજ ફાઈનલ મેચ રમવામાં આવશે. આઈપીએલની આ સૌથી મોટી ટક્કરને લઈ સટ્ટા બજાર પણ ગરમ છે.
આઈપીએલ-5ની સૌથી મોટી મેચ પર સૌથી મોટો સટ્ટો લાગી ગયો છે. 100 કરોડ નહી, 200 કરોડ નહી, પરંતુ 3000 કરોડનો સટ્ટો, હા જો આપણે સટ્ટા બજાર જાણકાર લોકોનુ માનીએ તો આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે થવાવાળા ફાઈનલ મુકાબલામાં અત્યાર સુધી 3000 કરોડથી પણ વધારે સટ્ટો લાગી ગયો છે.
આ વિશ્વ કપ ફાઈનલ પછી કોઈ પણ મેચ કરતાં સૌથી મોટો સટ્ટો લાગ્યો છે એવુ માનવામાં આવી રહ્યું છે. આજની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને જીત માટે દાવેદાર માનવામાં આવી રહી છે.
|