Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 02:26:15 PM IST
 

ચેન્નાઇ-કોલકાતા ફાઇનલઃશુક્રવારથી જ 'ફિક્સ' હતું

May 27, 2012 Sports > IPL 2013
 
Tags:   IPL 5 IPL 2012 Team IPL 2012 News IPL 2012 IPL Indian Premier League 2012 Indian Premier League comment     E-Mail     Print    
 
Viewed: 1287
Rate: 0
Rating:
Bookmark The Article

ચેન્નાઈ, તા.૨૭

આઈપીએલમાં સ્પોટ ફિક્સિંગ સંડોવણી બહાર આવ્યા બાદ દરેક મેચને ક્રિકેટપ્રેમીઓ શંકાની નજરે જોઈ રહ્યા છે. આવા સમયે એક મોબાઈલ ર્સિવસ પ્રોવાઈડર કંપનીના એસએમએસના કારણે ફિક્સિંગની શંકા મજબુત બનતો કિસ્સો બહાર આવ્યો છે. મોબાઈલ ર્સિવસ પ્રોવાઈડર કંપની તેમના ગ્રાહકોને એક એસએમએસ મોકલ્યો હતો જેમાં રવિવારે ચેન્નાઈ અને કોલકાતા વચ્ચે ફાઈનલ મેચ રમાશે તેવો ઉલ્લેખ કર્યાે હતો. નવાઈની વાત એ છે કે આ એસએમએસ શુક્રવારે સવારે મોકલવામાં આવ્યો હતો. જ્યારે દિલ્લી અને ચેન્નાઈ વચ્ચેની મેચ રમાઈ ન હતી. ક્વોલિફાય-૨ની મેચ રમાય વગર પ્રોવાઈડર કંપનીએ ફાઈનલમાં ચેન્નાઈ અને કોલકાતા વચ્ચેનો મુકાબલો નિશ્ચિત બનાવી દીધો હતો. ર્સિવસ પ્રોવાઈડર કંપનીએ આ મુદ્દે સફાઈ આપી હતી કે ફોર્મેટની સમજતા ભૂલ થઈ હતી જેના કારણે આવો એસએમએસ મોકલી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત ફેસબુક પેજ અને કોલકાતા નાઈટ રાઈડર્સની વેબસાઈટ પર ચાર દિવસ પહેલાં કોલકાતા અને ચેન્નાઈ વચ્ચે ફાઈનલ છે તેમ જણાવી દેવામાં આવ્યું હતું.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com