Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 26,2013 05:01:20 AM IST
 

વિભાપરમાં કૃષિ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો

May 28, 2012 Rajkot > Jamnagar
 
comment     E-Mail     Print    
 
Viewed: 308
Rate: 0
Rating:
Bookmark The Article

જામનગર તા.ર૭:

જામનગર જિલ્લામાં તા.૬ મે થી શરૂ થયેલ કૃષિ મહોત્સવનું વિભાપર ગામે યોજાયેલ કૃષિ શિબિરમાં સમાપન કરવામાં આવ્યું હતુ. જેમાં કૃષિ મહોત્સવ દરમ્યાન શ્રેષ્ઠ કામગીરી કરનાર તમામનું બહુમાન કરવામાં આવ્યું હતું.

  • કૃષિ મહોત્સવમાં શ્રેષ્ઠ કામગીરી કરનારનું બહુમાન કરાયુ

આ પ્રસંગે કૃષિ મહોત્સવમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર તાલુકા અમીલીકરણ અધિકારીઓ, પશુપાલન વિભાગના અધિકારીઓ, કૃષિ રથની ટીમના સભ્યો, ખેતીવાડી વિસ્તરણ અધિકારીઓ તેમજ ગ્રામસેવકોનું જિલ્લા પંચાયતના પ્રમુખ ડો.પી.બી.વસોયા, ધારાસભ્ય મુળુભાઈ બેરા, લાલજીભાઈ સોલંકી, મેયર અમીબેન પરીખ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ખીમાભાઈ ભોચીયા, જિલ્લા કલેકટર સંદીપકુમાર, જિલ્લા વિકાસ અધિકારી અજયકુમાર સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

જિલ્લામાં યોજાયેલ કૃષિ મહોત્સવમાં જિલ્લાના ૭૦ હજારથી વધુ ખેડૂતો સહભાગી થઈ આધુનિક વૈજ્ઞાનિક ખેતી માટે મેળવેલ માર્ગદર્શનને દષ્ટાંતરૂપ ગણાવી આ ખેડૂતો ખેત ઉત્પાદન અને આવક વધારી પોતાના કુટુંબની આર્થિક સધ્ધરતા વધારવા સાથે અન્ય ખેડૂતો માટે પણ માર્ગદર્શક બનશે.

રાજય સરકારનો કૃષિ મહોત્સવ ઉજવવા પાછળનો આ હેતુ છે અને ખેતીવાડી વિભાગના તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓના સતત પ્રયાસોથી જામનગર જિલ્લામાં સફળતા મળેલ છે તેમ પ્રો.ત્રિવેદીએ ઉમેર્યું હતું. જિલ્લામાં કૃષિ મહોત્સવાં ૬૬૪ ગામને આવરી લઈ ૧પ૬ ખેડૂત શિબિર યોજી જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરી હોવાનું જણાવી પુર્વ મંત્રી અને ધારાસભ્ય મુળુભાઈ બેરાએ કહયું કે, કૃષિ મહોત્સવની સફળતા ટીમ વર્કને આભારી છે.

જિલ્લા પંચાયત પ્રમુખ ડો.પી.બી. વસોયાએ ખેતીવાડી વિભાગની ખેડૂત ઉપયોગી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. કૃષિ વૈજ્ઞાનિક ડો.રાધવાણીએ ખેડૂતોએ બિયારણ-દવા કે ખાતરમાં સસ્તાની લાલચમાં નહીં પડતાં સ્ટાર્ન્ડ કંપનીઓની દવા તેમજ સર્ટીફાઈડ બિયારણો વાપરવા ભારપુર્વક જણાવ્યું હતું.

રાજય એવોર્ડ વિજેતા પ્રગતિશીલ ખેડુત હીરાભાઈ નકુમે ૩ વિઘા જમીનમાં આધુનિક ખેતી થકી પ૦ વિઘા જમીન જેટલું ઉત્પાદન મેળવી શકાય છે તે જણાવ્યું હતું.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com