સુરતઃ
અમરોલીમાં ઇંદિરા આવાસ ખાતે રહેતા અને બે દિવસથી ગુમ થયેલા આધેડની આજ રોજ સવારે ઇંદિરા આવાસથી થોડા અંતરે આવેલા કૂવામાંથી લાશ મળી આવી હતી. અમરોલીમાં કોસાડ આવાસ પાસે ઇંદિરા આવાસમાં બાબુ મંગા રાઠોડ (ઉ.વ.૫૫) રહેતા હતા. બે દિવસથી તેઓ ગુમ હતા. દરમિયાન આજ રોજ બપોરે ઇંદિરા આવાસથી થોડા અંતરે આવેલા કૂવામાંથી દુર્ગંધ આવતા લોકો ત્યાં ભેગા થયા હતા. આ બાબતે પોલીસ કંટ્રોલ રૂમને જાન કરવામાં આવી હતી. કંટ્રોલ રૂમે ફાયર બ્રિગેડને જાન કરવામાં આવતા ફાયર બ્રિગેડે ઘટના સ્થળે જઈને લાશને બહાર કાઢી હતી. બહાર કાઢી ત્યારે ખબર પડી કે મરનાર બે દિવસથી ગુમ બાબુ રાઠોડ છે.