સુરત, તા. ૨૭
રાજ્યમાં રીઅલ એસ્ટેટ સેક્ટર હમણાં બૂમિંગ સાબિત થઇ રહ્યું છે. રાજ્યના બે મુખ્ય શહેરો અમદાવાદ અને સુરતમાં રીઅલ એસ્ટેટ સેક્ટરમાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે. શહેરીકરણ અને ઔદ્યોગિકરણને કારણે મિલકતોના ભાવોમાં જબરદસ્ત ઉછાળો આવી રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં સુરતમાં મિલકતોના ભાવોમાં ૪૪ ટકાનો અને અમદાવાદમાં ૬૪ ટકા વધ્યા છે. રિઝર્વ બેંકના નેજા હેઠળ ચાલતી નેશનલ હાઉસિંગ બેંક દ્વારા દેશના વિવિધ શહેરોમાં મિલકતોની કિંમતને લઇને કરવામાં આવેલા સરવેમાં આ વિગતો બહાર આવી છે. જેમાં દેશમાં કોચીમાં મિલકતોની કિંમત સૌથી વધુ ઘટી છે અને ચેન્નઇમાં સૌથી વધુ ૨૦૪ ટકાનો વધારો નોંધાયો છે.
- નેશનલ હાઉસિંગ બેંકે દેશના વિવિધ શહેરોમાં કરેલા સરવેનું તારણ
- સુરત, અમદાવાદ સેન્ટ્રલ ઝોનમાં અનુક્રમે ૧૦૨ અને ૧૭૨ ટકાનો વધારો
- મિલકતોની કિંમતમાં કોચીમાં સૌથી વધુ કડાકો અને ચેન્નઇમાં સૌથી વધુ વધારો
નેશનલ હાઉસિંગ બેંક દ્વારા દેશના વિવિધ શહેરોમાં મિલકતોની કિંમતમાં આવતા ફેરફારોને લઇને દર ત્રણ મહિને સરવે કરવામાં આવે છે. નેશનલ હાઉસિંગ બેંક દ્વારા ૨૦૦૭માં ૧૦૦નું મૂલ્ય નક્કી કરીને તાજેતરની કિંમત નક્કી કરવામાં આવે છે. જે મુજબ, ૨૦૦૭ની સરખામણીએ જાન્યુઆરી-માર્ચ ૨૦૧૨માં મિલકતોના ભાવોમાં અમદાવાદમાં ૬૪, સુરતમાં ૪૪, ચેન્નઇમાં ૨૦૪, દિલ્હીમાં ૬૮, પૂણામાં ૮૧ ટકાનો વધારો થયો છે. જ્યારે મુંબઇમાં ૮, હૈદરાબાદમાં ૧૪ અને સૌથી વધુ કોચીમાં ૨૮ ટકા ભાવ ઘટયા છે. સુરતમાં નાનપુરા, રૂસ્તમપુરા, સોનફળિયા, મુગલીસરાને આવરી લેતા સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ ૧૦૨ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. ત્યાર પછી રાંદેર, અડાજણ, જહાંગીરપુરાને આવરી લેતા વેસ્ટ ઝોનમાં ૬૧, વરાછા, નાના વરાછા, પૂણા સીમાડાવાળા ઇસ્ટ ઝોનમાં ૪૮ ટકા વધ્યા છે.
જોકે, લિંબાયત, ડિંડોલી, પરવત પાટિયાને આવરી લેતા સાઉથ-ઇસ્ટ ઝોનમાં મિલકતોના ભાવ ૨૦૦૭ની સરખામણીએ સમાંતર થઇ ગયા છે. ઉપરાંત, સુરતમાં મિલકતોના ભાવોમાં ઓક્ટોબર-ડિસેમ્બર ૨૦૧૧માં ૫૨ ટકાના ઉછાળા સામે ટકાવારી ઘટીને ૪૪ ટકા પર પહોંચી છે, એટલે કે ડિસેમ્બર પછી ભાવોમાં ૮ ટકાની પીછેહઠ નોંધાઇ છે. જ્યારે અમદાવાદમાં ભદ્ર, દૂધેશ્વર, ગાયકવાડ હવેલી, ગિરધર નગર, વડીગામને આવરી લેતા સેન્ટ્રલ ઝોનમાં ભાવમાં ૧૭૨ ટકાનો વધારો જોવા મળ્યો છે, ત્યાર પછી નોર્થ ઝોનમાં ૧૪૫, વેસ્ટ ઝોનમાં ૭૦ અને સાઉથ ઝોનમાં સૌથી ઓછો ૧૦ ટકાનો વધારો નોંધાયો છે. અમદાવાદમાં સેન્ટ્રલ ઝોન અને નોર્થ ઝોનને બાદ કરતા અન્ય તમામ ઝોનમાં છેલ્લા ત્રણ મહિનામાં મિલકતોના ભાવોમાં ઘટાડો નોંધાયો છે.
ઓક્ટોબર-ડિસેમ્બર દરમિયાન ભાવમાં જબરદસ્ત ઉછાળો
સુરતમાં ઓક્ટોબર-ડિસેમ્બર ૨૦૧૧ના ત્રણ મહિના દરમિયાન મિલકતોની કિંમતમાં ધરખમ વધારો નોંધાયો હતો. સેન્ટ્રલ ઝોનમાં ટકાવારી ૮૧થી વધીને ૧૦૨ પર પહોંચી ગઇ હતી. જ્યારે નોર્થ ઝોનમાં ૧૪, ઇસ્ટ ઝોનમાં ૪૨, સાઉથ ઝોનમાં વધુ ૪૦ ટકાનો વધારો નોંધાયો હતો, તેની સરખામણીએ જાન્યુઆરી-માર્ચનો સમયગાળો નિરસ રહ્યો હતો. આ અંગે સુરત બિલ્ડર એસોસિયેશનના પ્રમુખે જણાવ્યું હતું કે, રોકાણકારોની સંખ્યામાં થયેલો વધારો, કોર્મિશયલાઇઝેશનને લીધે મિલકતોના ભાવોમાં તોતિંગ વધારો નોંધાયો છે. મધ્યમ વર્ગ અને શ્રીમંત વર્ગ બંને માટે રીઅલ એસ્ટેટ રોકાણનું મહત્ત્વનું સાધન સાબિત
થયું છે.
અમદાવાદમાં મિલકતોની કિંમતો (૨૦૦૭માં ૧૦૦ના મૂલ્ય સામે સરખામણી)
|
ઝોન
|
૨૦૦૭
|
એપ્રિલ-જૂન
|
જુલાઇ-સપ્ટે.
|
ઓક્ટો-ડિસે.
|
જાન્યુ.-માર્ચ
|
|
|
|
૨૦૧૧
|
૨૦૧૧
|
૨૦૧૧
|
૨૦૧૨
|
|
સેન્ટ્રલ ઝોન
|
૧૦૦
|
૨૧૩
|
૨૨૯
|
૨૪૧
|
૨૭૨
|
|
ઇસ્ટ ઝોન
|
૧૦૦
|
૧૪૯
|
૧૪૨
|
૧૩૫
|
૧૨૧
|
|
વેસ્ટ ઝોન
|
૧૦૦
|
૧૮૩
|
૧૯૩
|
૧૮૫
|
૧૭૦
|
|
નોર્થ ઝોન
|
૧૦૦
|
૧૬૭
|
૧૮૫
|
૨૦૨
|
૨૪૫
|
|
સાઉથ ઝોન
|
૧૦૦
|
૧૫૭
|
૧૧૬
|
૧૨૯
|
૧૧૦
|
|
સમગ્ર શહેર
|
૧૦૦
|
૧૬૯
|
૧૬૩
|
૧૬૭
|
૧૬૪
|
સુરતમાં મિલકતોની કિંમતો (૨૦૦૭માં ૧૦૦ના મૂલ્ય સામે સરખામણી)
|
ઝોન
|
વિસ્તાર
|
૨૦૦૭
|
એપ્રિલ-જૂન
|
જુલાઇ-સપ્ટે.
|
ઓક્ટો-ડિસે.
|
જાન્યુ.-માર્ચ
|
|
|
|
|
૨૦૧૧
|
૨૦૧૧
|
૨૦૧૧
|
૨૦૧૨
|
|
વેસ્ટ
|
રાંદેર, અડાજણ, જહાંગીરપુરા, પાલનપુર
|
૧૦૦
|
૧૬૫
|
૧૬૬
|
૧૭૦
|
૧૬૧
|
|
સેન્ટ્રલ
|
નાનપુરા, રૂસ્તમપુરા, સોનીફળિયા, મુગલીસરા
|
૧૦૦
|
૧૮૯
|
૧૮૧
|
૨૦૨
|
૨૦૨
|
|
નોર્થ
|
કતારગામ, વેડ-ડભોલી, અમરોલી, છાપરાભાઠા
|
૧૦૦
|
૧૪૮
|
૧૨૫
|
૧૩૯
|
૧૧૦
|
|
ઇસ્ટ
|
વરાછા, નાના વરાછા, ઉમરવાડા, પૂણા, સીમાડા
|
૧૦૦
|
૧૧૯
|
૧૦૦
|
૧૪૨
|
૧૪૮
|
|
સાઉથ
|
ઉધના, ભેસ્તાન, પાંડેસરા, અમરોલી
|
૧૦૦
|
૧૬૪
|
૧૪૪
|
૧૮૪
|
૧૭૦
|
|
સાઉથ ઇસ્ટ
|
લિંબાયત, ડિંડોલી, પરવતપાટિયા
|
૧૦૦
|
૧૨૯
|
૧૨૬
|
૧૧૨
|
૧૦૦
|
|
સાઉથ વેસ્ટ
|
પીપલોદ, વેસુ, રૃંઢ, સુલતાનાબાદ
|
૧૦૦
|
૧૪૭
|
૧૪૨
|
૧૨૪
|
૧૧૭
|
|
કુલ
|
સુરત શહેર
|
૧૦૦
|
૧૪૯
|
૧૩૯
|
૧૫૨
|
૧૪૪
|
|