રાજકોટ, તા.૨૭ :
બે વર્ષની ગેરેન્ટી સાથે બનાવાયેલા જિલ્લાના ૭૩ રસ્તા પ્રથમ વર્ષે જ ખખડધજ થઈ જતાં તેમાં હલકો માલ વપરાયાની અને નિયમો પ્રમાણે કામ ન થયાની રાવ ઉઠી હોય આ રસ્તાઓ બનાવવામાં જેની જવાબદારી છે તેવા કાર્યપાલક ઈજનેર અને ડે.ઈજનેર સામે પગલાં લેવા માંગ ઉઠાવાઈ છે. રસ્તા બનાવાતો હતો ત્યારે યોગ્ય માત્રામાં ડામર ન વપરાયાનું સ્પષ્ટ હોય ત્યાં
- જિ. પં.ના માર્ગ અને મકાન વિભાગની બેદરકારી
સ્થળ ઉપર હાજર ઈજનેર તેમજ રસ્તાની ચકાસણી કરનાર અધિકારીએ કવોલીટીની ચકાસણી કર્યા વગર જ રસ્તાના બિલો પાસ કરી દિધા હોય તેમની સામે દંડાત્મક કાર્યવાહી થવી જરૂરી છે. ગેરેન્ટી પીરીયડમાં જ રસ્તા ધોવાઈ જાય તો કંપનીના ખર્ચે અને જોખમે તેનું રિપેરીંગ કરાવવાનું હોય છે પણ ૭૩ પૈકી અનેક રસ્તામાં હજું થીગડા પણ નથી મારવામાં આવ્યા. તંત્રએ ગેરેન્ટી લીધી હોય સબંધિત કંપનીઓ સામે કાર્યવાહી થઈ શકે છે. આ માટે નોટિસો આપવામાં પણ અધિકારીઓ ઠાગાઠૈયા કરતા હોય છે. જિલ્લા પંચાયતના સદસ્ય ભીખાલાલ રોકડે આ અંગે રાવ કરી છે.માર્ગ અને મકાન વિભાગની નબળી કામગીરી સામે વિરોધ વ્યક્ત કરી પગલાંની માંગ કરી છે અને બાંધકામ ચેરમેનને પત્ર પણ પાઠવ્યો છે.