રાજકોટ,તા.ર૭
રાજકોટના નવરંગપરામાં આવેલા જે.કે. ગ્રુપ ઈન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાંથી ૧૬.૫૦ લાખનો માલ કન્ટેનર ભરી કંડલા મોકલ્યા બાદ ચાલક ગુમ થઈ જતા માલવીયાનગરમા ગુનો નોંધાતા પોલીસે રાજકોટમાંથી ગુમ થયેલા માલ સાથે રાધનપુર નજીક વાડીમાંથી રાધનપુરના શખસને ઝડપી લઈ માલ કબજે કરી ટ્રક ચાલક સહિત બે શખસોની શોધખોળ કરી છે.
- આઠ દિવસ પહેલા ટ્રક ચાલક ઉઠાવી ગયો હતો
- એક શખ્સની ધરપકડ, ચાલક સહિત બેની શોધખોળ
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ નિર્મલા કોન્વેન્ટ રોડ પર રહેતા અને નવરંગપરામાં જે.કે. ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝ નામે કારખાનું ચલાવતા સમીરભાઈ મહેન્દ્રભાઈ શાહે તા.ર૧-પના રોજ માલવીયાનગર પોલીસ મથકમાં ફરિયાદ ૧૭-૫ના રોજ તેના કારખાનામાંથી ૧૬.૪૯૩૧૬ની કિંમતના સ્પેરપાર્ટ ભરેલ કન્ટેનર નં. જી.જે. ૧ર ઝેડ ૩૧૦૨ રાજકોટથી કંડલા મોકલ્યા બાદ ચાલક નાસી ગયાની ફરિયાદ નોંધાઈ હતી.માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઈ ઉમેદભાઈ પવાર તથા શૈલેન્દ્રભાઈ કોરાટ સહિતના સ્ટાફે તપાસ કરતા કન્ટેટનર બનાસકાંઠા પાસેથી ખાલી હાલતમાં મળી આવ્યુ હતું.
પોલીસે રાધનપુર ટોલનાકા પર ગોઠવેલ સી.સી. ટી.વી. કેમેરાના આધારે તપાસ કરી રાધનપુરમાંથી સ્પેરપાર્ટના સેમ્પલો સાથે મધુભાઈ જોષીની અટકાયત કરી તપાસ કરતા તે માલ રાજકોટના જે.કે. ગ્રુપ નામના કારખાના હોય આકરી પુછતાછ કરતા તેને આ માલ ગાંધીધામનો અશ્વિન ખખ્ખર આપી ગયાનું અને રાધનપુરથી સુઈ ગામ જવાન રસ્તા પર વાડીમાં માલ ઉતાર્યો હોવાનું જણાવતા પોલીસે તપાસ કરી માલવીયા પોલીસે વાડીમાંથી ૧૬.૪૯ લાખનો માલ કબજે કરી માધુ જોષીની ધરપકડ કરી તેના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવાની તથા ટ્ક ચાલક શૈલેન્દ્ર શ્રીરામ બાજી બૈઠા (રહે. એમ.પી.)તથા અશ્વિન ખખ્ખરની શોધખોળ કરી છે.