Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 02:54:07 PM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

હાલમાં સંપૂર્ણ ધ્યાન બોલિવૂડ કરિયર પર : અક્ષય

May 28, 2012 Entertainment > Bollywood News
 
Tags:   Rawdy Rathore Ra One Sonakshi Sinha Akshay Kumar Prbhu Deva Shah Rukh Khan Kareena Kapoor comment     E-Mail     Print    
 
Viewed: 1529
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

મુંબઈ, 28 મે

'રાઉડી રાઠૌર' ફિલ્મ મારફતે લાંબા સમય બાદ એક્શન ફિલ્મોમાં જોવા મળનારા બોલિવૂડના 'મિ. ખિલાડી' અક્ષયકુમારે કહ્યું છે કે આ વર્ષે ટેલિવિઝનના પડદે એન્ટ્રીની તેની કોઇ યોજના નથી. હાલમાં તેનું સંપૂર્ણ ધ્યાન બોલિવૂડ કરિયર પર છે, જેથી તે ટેલિવિઝન માટે સમય કાઢી શકશે નહીં.

પત્રકારો સાથે વાતચીતમાં અક્ષયે જણાવ્યું હતું કે 'રાઉડી રાઠૌર'ને લઇને તે ઘણો આશાવાદી છે, કારણ કે લાંબા સમય બાદ તે એક્શન ફિલ્મ કરી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી અક્ષય મોટા ભાગે કોમેડી ફિલ્મોમાં જ નજરે પડતો હતો પરંતુ પ્રભુ દેવા દ્વારા નિર્દેશિત 'રાઉડી રાઠૌર'માં તે દિલધડક એક્શન સીન્સ કરતો દેખાશે.

આ ફિલ્મમાં અક્ષયે સોનાક્ષી સિંહા સાથે જોડી બનાવી છે. 'દબંગ' બાદ સોનાક્ષીની આ બીજી ફિલ્મ છે.પ્રભુ દેવાએ અગાઉ સલમાન ખાનને લઇને 'વોન્ટેડ' ફિલ્મ બનાવી હતી, જે બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી.

 
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com