સામગ્રી
* ૧ કપ ઠંડું દૂધ
* ૫ ટેબલસ્પૂન સ્ટ્રોબેરી સીરપ
* ૧થી ૨ સ્કૂપ વેનિલા આઇસક્રીમ
* ૧ બોટલ પ્લેન સોડા
રીત
* એક મોટા ગ્લાસમાં ઠંડું કરેલું દૂધ લો. તેમાં સ્ટ્રોબેરી સીરપ ઉમેરી સારી રીતે મિક્સ કરી દો.
* તેમાં વેનિલા આઇસક્રીમ ઉમેરો અને તેના પર પ્લેન સોડા ઉમેરી ગ્લાસને કિનારી સુધી ભરી લો.
* ચોકલેટ ચિપ્સ અને ફીણેલી મલાઇથી તેને ગાર્નિશ કરો.
* કૂલ કૂલ આઇસક્રીમ વિથ સોડા સર્વ કરો.