Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 26,2013 12:25:01 AM IST
 

સનબર્નનો ઉપચાર જાણો

May 28, 2012 Supplements > Nari
 
comment     E-Mail     Print    
 
Viewed: 4380
Rate: 5.0
Rating:
Bookmark The Article

બ્યુટી ક્વેરી - ડો. ગીતા પટેલ, ડર્મેટોલોજિસ્ટ

હું ૪૬ વર્ષની છું. મારી સ્કિન બહુ લચી પડી છે. તો મારે શું કરવું જોઇએ?

આ સમસ્યા ઉંમર રિલેટેડ છે. સામાન્ય રીતે ૪૦ પ્લસ પછી ત્વચા ઢીલી પડી જવાની સમસ્યા ઉદ્ભવતી હોય છે. આ સમસ્યાના ઉપચાર માટે સ્કિન ટાઇટનિંગ ટ્રીટમેન્ટ લઇ શકાય. આ ટ્રીટમેન્ટ માટે ૪થી ૬ સીટિંગ લેવી પડે છે. સામાન્ય રીતે આ ટ્રીટમેન્ટની કોઇ આડઅસર નથી થતી.

મારા માથામાં અમુક જગ્યા પર ટાલ પડી ગઇ છે. તો તેના માટે શું સારવાર લઇ શકાય?

માથામાં અમુક જગ્યા પર વાળ ખરી જવાને ઉંદરી કહે છે. જેના માટે સૌ પ્રથમ તો તમારે ડોક્ટરની સલાહ લેવી પડે અને ડોક્ટરની સલાહ મુજબ દવા અને ઇંજેક્શનનો કોર્સ કરવો પડે. તેમજ નિયમિત બ્લડપ્રેશર ચેક કરાવો.

હું બે દિવસ પહેલાં વોટરપાર્ક ગઇ હતી તો મારી સ્કિન કાળી પડી ગઇ છે અને હાથ અને ચહેરા પર રેશિસ પડી ગયા છે તો આ સમસ્યામાં મારે શું કરવું જોઇએ?

તમને સનબર્ન થયું છે. જો સનસ્ક્રીન લગાવ્યા વગર બહાર નીકળ્યા હો તો આવી સમસ્યા થઈ શકે છે. આ સમસ્યાના ઉપચાર માટે દર બે કલાકે કેલેમાઇન લોશન ત્વચા પર લગાવો અને પુષ્કળ પાણી સાથે ફેસવોશ કરવાનું રાખો. તડકામાં જવાનું ટાળો.         
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com