|
|
જાણો વિશ્વના 10 સૌથી લાંબા બ્રિજ
|
|
May 29, 2012
|
Offbeat
|
|
|
|
|
|
|
અમદાવાદ, 29 મે
વિશ્વમાં ઘણું બધુ એવું હોય છે જે આપણે કદાચ જાણતા નથી હોતા. અહીં વિશ્વના સૌથી લાંબા બ્રિજ વિશે તસવીરો સાથે માહિતી આપવામાં આવી છે.
1.લેક પોન્ચારટ્રેન કોઝવે

આ બ્રિજ બે પેરેલલ બ્રિજ ધરાવ છે જે દુનિયાના સૌથી લાંબા બ્રિજ છે. આ બંન્ને બ્રિજ 23.87 માઈલ (38.42 કિમી) લાંબા છે. આ પુલ કોંક્રીટના 9,000 પીલરના આધાર પર છે.આ બ્રિજ 8માઈલ (13 કિમી) લાંબા ઉત્તર -દક્ષિણ કિનારાને જોડે છે.
2. ડોનગાઈ બ્રિજ

ડોનગાઈ બ્રિજ સમુદ્ર પર બાંધવામાં આવેલ દુનિયાનો અને એશિયાનો સૌથી લાંબો બ્રિજ છે. તેનું બાંધકામ 10 ડિસેમ્બર 2005માં પૂર્ણ થયુ. તે 20.2 માઈલ (32.5 કિમી ) લાંબો છે. તે ચીનના શાંઘાઈ અને યાંગશાનને જોડે છે.
3. કિંગ ફહીદ કોઝવે

કિંગ ફહદ કોઝવેનું બાંધકામ ત્રણ રાષ્ટોએ મળીને કર્યુ છે જે ખોબર, સાઉદી અરબ અને ટાપુ રાષ્ટ્ર બરહિનને જોડે છે. તેના બાંધકામ માટેના કરાર પર હસ્તાક્ષર તો 8 જુલાઈ 1981ના રોજ કરવામાં આવ્યા હતા. પરંતુ તેના સત્તાવારીય રીતે 25 નવેમ્બર 1986ના રોજ ઉપયોગ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો.
4 ચેસપેક બે બ્રિજ

ચેસપેક બે બ્રિજ પરંતુ તેને સામાન્ય રીતે બે બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે. તે અમેરિકાના મેરીલેન્ડમાં આવેલ છે. તે 4.3 માઈલ એટલે કે 7 કિમી લાંબો છે.
5 વાસ-કો-દ ગામા બ્રિજ

આ બ્રિજ સ્પેનની તેગુસ નદી પર બાંધવામાં આવ્યો છે જે લેબેનની રાજધાની પોર્ટુગલની નજીક છે. આ યુરોપનો સૌથી લાંબો બ્રિજ છે. આ બ્રિજ 10.7 માઈલ એટલે કે 17.2 કિમી લાંબો છે.
6 પનાગ બ્રિજ

આ બ્રિજ સત્તાવારીય રીતે 14 સપ્ટેમ્બર 1985ના રોજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. તે મલાયામાં આવેલો છે અને તે દેશનો સૌથી લાંબો બ્રિજ છે. આ બ્રિજ 8.4 માઈલ એટલે કે 13.5 કિમી લાંબો છે.
7 રીઓ-નિટેરીઓ બ્રિજ

આ બ્રિજ બ્રાઝીલના બે શહેરો રીઓ ડી જેનેરો અને નિટેરીઓને જોડતો હોવાથી તેનું નામ રીઓ-નિટેરીઓ બ્રિજ રાખવામાં આવ્યું છે. આમ તો તેનું બાંધકામ જાન્યુઆરી 1969માં કરવામાં આવ્યું હતુ પરંતુ તેના બાંધાકામનું ખાતમૂર્હત 23 ઓગસ્ટ 1968માં ક્વીન એલીઝાબેથ-2ની હાજરીમાં કરવામાં આવ્યુ હતુ જ્યારે તે પોતાની પ્રથમ બ્રાઝિલ મુલાકાત પર અહીં આવ્યા હતા. આ બ્રિજ 4 માર્ચ 1974ના રોજ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. તેનું સત્તાવારીય નામ પ્રેસિડેન્ટ કોસ્ટા એ સીલ્વાના સન્માનમાં બ્રાઝિલના પ્રેસિડેન્ટે તેના બાંધકામના આદેશ આપ્યા હતા.
8 કન્ફડરેશન બ્રિજ

આ બ્રિજ કેનેડામાં છે. જેનું જોડાણ પ્રિન્સ એડવર્ડ આઈલેન્ડ સાથે કરવામાં આવ્યું છે.તેનું બાંધકામ 1993 થી 1997 દરમ્યાન કરવામાં આવ્યુ હતુ. આ બ્રિજના બાંધકામમાં 1.3 મિલિયન ડૉલરનો ખર્ચ કરવામાં આવ્યો છે.આ બ્રિજ 8 માઈલ એટલે કે 12.9 કિમી લાંબો છે. તેને મે 1997માં ખુલ્લો મૂકવામાં આવ્યો.
9 સન મેટીઓ હેવર્ડ બ્રિજ

સન મેટીઓ હેવર્ડ અમેરિકાના કેલીફોર્નિયાના સન ફ્રાન્સીસ્કોને પેનેસુલીયાની પૂર્વ ખાડી સાથે જોડે છે. આ બ્રિજ કેલીફોનીયાની માલિકીનો છે અને તેને મેઈન્ટેઈન ક્લેટ્રન્સ રાજયની હાઈવે એજન્સી કરે છે.
10 સેવન માઈલ બ્રિજ

આ બ્રિજ ફ્લોરીડા કીમાં આવેલો છે. આ બ્રિજ મેક્સિકોના અખાત અને ફોલોરીડાની સામુદ્રધુનીને જોડે છે. આ બ્રિજને ઓવરસીઝ હાઈવે તરીકે ઓળખવામાં આવે છે.
|
|
|
|
|
|
Share This
|
|
|
|
blog comments powered by
|
|
|
|
|
|
|
|