Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 10:38:54 PM IST
 

મોંઘવારીમાં આંશિક રાહત, સિંગતેલના ડબ્બે ઘટ્યા રૂપિયા 25 પૂરા

May 29, 2012 Business > Commodity Current
 
Tags:   Commodity Rajkot Cotton Groundnut oil Price hike Sugar Price rise Cotton market comment     E-Mail     Print    
 
Viewed: 1274
Rate: 0
Rating:
Bookmark The Article

રાજકોટ,તા.ર૯

સૌરાષ્ટ્રમાં મગફળીની વધતી આવકોના પગલે સિંગતેલમાં કૃત્રિમ સટ્ટો કરનારાઓ દૂર થતા જ ડબ્બાના ભાવમા ઘટાડો શરૂ  થયો છે. ગઈકાલે ૧૦ ઘટયા બાદ આજે વધુ રપ ઘટીને ૧પ કિલો નવા ટીનનો ૨૦૩૦ થી ૨૦૩૫ તેમજ છૂટક કિલોમાં બે રૂ પિયાના ઘટાડા સાથે ૧૩૩ રહેલ. વિદેશોના તેલ-તેલિબિયા પાછળ કોમોડિટી વાયદા વધતા અને સાઈડલુઝ તેલોમાં વેચવાલી સામે ખરીદી વકતા આ જે કપાસિયા અને પામોલિન ડબ્બે રૂ .૧૦નો સુધારો હતો જયારે અન્ય તેલોના ભાવો યથાવત હતા.

ચણાના વાયદામાં ગઈકાલથી ફરી સટોડિયાઓ સક્રિય બનતા ૩ ટકાની તેજીની ર્સિકટ લાગી હતી આજે પણ વધુ સુધારો આવતા તેની અસરે સોરઠ સાઈડ કિવન્ટલે વધુ પ૦ વધીને ૪૪૫૧ માં કામકાજ હતા. બે દિવસમાં રૂ . ૧પ૦ વધતા અને હજી વધુ સુધારો આવશે તો ચણાદાળ અને બેશન મોંઘુ બનશે. તુવેરમાં પણ ખરીદી રહેતા કિવન્ટલે પ૦ વધીને ૪૧૫૧ માં વેપાર હતા ઘંઉના ભાવો સ્થિર હતા. રૂ  બજારમાં ધીમી ખરીદી નિકળતા ગાંસડીમાં વેચનાર સામે ખરીદનાર વધારે જોવા મળતા હવે નજીકના દિવસોમાં સુધારો આવવાની ગણત્રીઓ મંડવા લાગતા ભાવો મક્કમ રહે છે. સ્થાનિક એરંડા વાયદામાં વેચવાલી આવતા ઘટાડો હતો. જયારે હાજરમાં સુધારો જોવા મળ્યો હતો.

ખાદ્યતેલો
સિંગતેલ લુઝમા વધુ ૧પ ઘટીને ૧૧૮૦ થી ૧૧૮૫ તેમજ તેલિયાટીન માં ર૩ ઘટીને ૧૮૧૦ થી ૧૮૧૧ માં પાંચ સાત ગાડીના કામકાજ હતા અન્ય સેન્ટરોમાં ૧૧૫૦ માં લુઝના પરચુરણ વેપાર હતા. કપાસિયા વોશમાં ઝડપી ૧૦ના સુધારા સામે ૬૩૭ થી ૬૪૦ માં ૭૦ ટેન્કરના કામકાજ હતા. પામોલિન લુઝનો ૬૧૩ થી ૬૧૫ અને સોયાલુઝનો ૬૯૩ થી ૬૮૫ નો રહેલો.

મગફળી
સૌરાષ્ટ્રના યાર્ડો અને બજારો મળીને મગફળીમાં ૭૦ હજાર ગુણીના કામકાજ હતા જેમાં ર૦ ટકા જુની વેચાવા આવી હતી. ધોરાજી સાઈડ ખાંડીનો ૧૭૫૦૦ ટેકલ રહેલે જયારે રાજકોટ ખાતે ૧૦૬૦ થી ૧૦૬૫ હતો.

રૂ  બજાર
બોટાદ ખાતે કપાસની ૧૦ હજાર મણની આવકે ૭૫૦ થી ૮૨૫ શંકર ગાંસડીનો ૩૧૦૦૦ થી ૩૨૫૦૦  કલ્યાણ નો ૨૫૦૦૦૦ થી ૨૫૫૦૦ માણાવદર ખાતે કપાસનો ૫૦૧ થી ૮૨૧ શંકર ગાંસડીનો ૩૨૫૦૦ માં પરચુરણ  વેપાર હતા.

ખાંડ
સ્થાનિક બજવાર ખાતે ૬૦૦ ગુણીની આવકે સીનો ૩૧૦૦ થી ૩૧૬૦ અને ડીનો ૩૦૦૦ થી ૩૦૬૦ના ટકેલ ભાવે હોલસેલ બજારમાં વેચાણ હતા.

એરંડા બજાર
એરંડા વાયદામાં દરેક ઉછાળે નફારૂ પી વેચવાલી અને ઘટાડો વેચાણ કાપણી રહેતી હોવાથી હમણા પાંખા કામકાજ વચ્ચે વધઘટ સંકડાઈ ગઈ છે. હાજરના ભાવો મક્કમ હોવાથી તેજી મંદીવાળા લાંબા વેપારો ઉભા રાખતા નથી આજે શરૂ આતમાં સુધારો હતો પરંતુ વધ્યા મથાળે વેચવાલી આવતા ૪૦નો ઘટાડો આવ્યો હતો હાજર વધ્યુ હતુ અને દિવેલ ઘટયુ હતું.

સટ્ટાબજારના સુત્રોના જણાવ્યા અનુસાર એરંડાની આવકોમાં ઘટાડો દેખાવા લાગ્યો છે. આવનાર દિવસોમાં ઉતરોતર આવકો ઘટતી જોવા મળશે આ સાલ ઉત્પાદન સારુ હોવાથી અત્યાર સુધી આવકોનું પ્રમણ સારુ હતુ ઘટયા ભાવેથી સ્ટોકિસ્ટોની ખરીદી જળવાઈ રહેતા ભાવનુ વલણ મક્કમ છે હવે ઘટતી આવકે કેવી ખરીદીનો દોર રહે છે તે મહત્વનું પુરવાર થશે  વાયદામાં કારણોનો અભાવ હોવાથી તેજી મંદીનો વેપાર ગોઠવાતા નથી હવે આવકો ઘટતા સટોડિયાઓ કેવુ વલણ અપનાવે છે તે મહત્વનું સાબીત થશે.

  • ગુજરાતમાં એરંડાની આવકો ઘટી વાયદામાં નફારૂ પી વેચવાલીએ ઘટાડો
  • ખાદ્યતેલોમાં મિશ્ર વલણ, સિંગતેલ ડબ્બે રપ તૂટયા, કપાસિયા-પામોલિનમાં ૧૦ વધ્યા
  • ચણામાં સુધારાની અસરે ચણાદાળ- બેશન મોંઘા બનશે, તુવરેમાં કિવન્ટલે પ૦ વધ્યા, રૂ  બજારમાં ખરીદી નિકળવાની આશાએ ભાવો મક્કમ


ગુજરાતમાં એરંડાની ૮પ હજાર ગુણીની આવકે મણે પ વધીને  પ૯૦ થી ૬૨૦ સૌરાષ્ટ્રના યાર્ડોમાં ૭ હજાર ગુણીની આવકે ૫૮૦ થી ૬૧૬ હજાર કિવન્ટલનો ૩૦૫૭-૫૦ દિવેલ લુઝનો ૬૪૦ નો રહેલો ધોરાજી સાઈડ એરંડાનો ૬૧૦ અને શાપુર ખાતે ૬૨૫ થી ૬૩૦ માં કારખાનાઓના વેપાર હતા. જૂન વાયદાની શરૂ આત ૩૧૫૫ માં થયા બાદ વધીને ૩૧૭૦ આ મથાળે વેચવાલી આવતા ઘટીને ૩૧૦૦ અને બંધ ભાવ ૩૧૧૦ નો રહેલો. સપ્ટેમ્બર વાયદાની શરૂ આત ૩૩૧૭ માં થયા બાદ ૩૩૨૨ ઘટીને ૩૨૭૭ અને બંધ ભાવ ૩૨૭૮ નો રહયો હતો.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com