મુંબઈ : ૨૯ મે ૨૦૧૨
ફરાહ ખાન અને શાહરૂખ જૂના વિખવાદ ભૂલીને સાથે મળીને 'હેપ્પી ન્યૂ યર' નામની ફિલ્મ બનાવી રહ્યાં છે. તેમની મૈત્રી આમ તો બોલિવૂડમાં નવી નથી. આ ફિલ્મમાં સાથે કામ કરવામનું હોવાથી શાહરૂખે ફરાહને પોતાની નવી ઓફિસમાં આવીને આગામી ફિલ્મ પર કામ કરવાનું કહ્યું છે. આ વિશે આધારભૂત સૂત્રોનું કહેવું છે કે , "જ્યારથી આ બિલ્ડિંગનું કામ શરૂ થયું ત્યારથી જ શાહરૂખે ફરાહ માટે અલાયદી જગ્યા ફાળવી દીધી હતી અને હવે ફરાહ પણ નવી ઓફિસમાં આવવાનું વિચારી રહી છે. જો કે હજી તે બાબતે કોઈ પગલાં લેવાયા નથી." શાહરૂખે ફિલ્મ 'તીસ માર ખાં' માટે તારીખો નહોતી આપી એટલે આ બંનેમાં મતભેદ થયા હતા. એ પછી સંજય દત્તની પાર્ટીમાં ફરાહના પતિ અને ફિલ્મમેકર શિરિષ કુંદર સાથેના ઝગડાએ આમની વચ્ચેનું અંતર વધારી દીધું હતું. આ ઘટના બની ત્યારે ફરાહ ખાને એવું કહ્યું હતું કે,"શાહરૂખ મને હંમેશા કહેતો હતો કોઈ પણ સમસ્યાના સમાધાન માટે મારામારીનો રસ્તો ના લેવો જોઈએ. જે આવું કરે તે પર્સનલ કે પ્રોફેશનલ સમસ્યાથી ઘેરાયેલા હોય છે. અને મેં તેને આવું કરતો જોયો." શિરિષ અને ફરાહને લઈને સાજિદ ખાન અને તેમના એક અંગત મિત્ર શાહરૂખના ઘરે મન્નતમાં ગયા એ પછી આ બંનેના સંબંધો સુધરી ગયા હતા.