Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 05:34:37 PM IST
 

કાલે ભારત બંધના એલાનમાં ભાવનગર જોડાશે

May 30, 2012 Gujarat > Bhavnagar
 
comment     E-Mail     Print    
 
Viewed: 588
Rate: 0
Rating:
Bookmark The Article

ભાવનગર, તા.ર૯

કેન્દ્રની યુપીએ સરકાર દ્વારા પેટ્રોલમાં રૂ.૭.પ૦ નો જંગી ભાવવધારો ઝીંકી દઈ પ્રજાજનોની કેડ વાંકી વાળી દીધી છે. દરમિયાનમાં ભાવનગર સહિત સમગ્ર દેશભરમાં આ અમલી ફતવાના વિરોધમાં આગામી તા.૩૧ ના રોજ સીપીઆઈ અને અન્ય વિરોધ પક્ષોએ ટ્રાફિક ચક્કાજામ, ટ્રેન રોકો આંદોલન છેડવામાં આવનાર છે.

  • ભારતીય સામ્યવાદી પક્ષ સહિતના વિરોધ પક્ષોનું રસ્તા રોકો, ટ્રેન રોકો, વિરોધ પ્રદર્શન

કોંગ્રેસની યુપીએ સરકાર એક પછી એક પ્રજા વિરોધી પગલાં ભરી રહી છે. લોકસભાની ેબેઠક પુરી થતાં જ પેટ્રોલમાં રૂ.૭.પ૦ નો ભાવવધારો ઝીંકીને ભડકો કરી દીધો છે. આ ભાવવધારાનો ચોતરફથી વિરોધનો વંટોળ ફુંકાયો છે. દરમિયાનમાં આગામી તા.૩૧ મીએ ભારતીય સામ્યવાદી પક્ષ સહિતના વિરોધ પક્ષો દ્વારા ભારત બંધનું એલાન જારી કર્યું છે. જેમાં ભાવનગરના સીપીઆઈ સહિતના વિરોધ પક્ષો જોડાઈને વિરોધ કરશે. જેના ભાગ રૂપે દેશભરમાં રસ્તા રોકો, ટ્રેન રોકો આંદોલન, વિરોધ પ્રદર્શન વગેરે કાર્યક્રમો યોજીને યુધ્ધના ધોરણે પેટ્રોલમાં ભાવવધારાને પાછો ખેંચવા ફરજ પાડવા નાગરિકોને અપીલ કરાઈ છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલના ભાવ ઉપર વેટ ઘટાડી પ્રજાને રાહત આપવાની માગણી થઈ છે. આ અંગે ઉચ્ચ કક્ષાએથી પેટ્રોલનો ભાવવધારો પાછો ખેંચવામાં આવે તે નિર્ણય લેવાની માગણી પ્રજાજનોએ કરી છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com