ઉત્તરકાશી, તા. 30
આવતીકાલે 31 મે ગુરુવારના રોજ ગંગા દશેરા છે. શાસ્ત્રો પ્રમાણે જે દિવસે ગંગા પૃથ્વી પર આવી હતી તે દિવસે જેઠ શુક્લ પક્ષ દસમી તિથિ હતી. આ કારણે દર વર્ષે જેઠ મહિનાની શુક્લ દસમી તિથિએ ગંગા દશેરાનું પર્વ મનાવવામાં આવે છે. માન્યતા છે કે, આ દિવસે ગંગા સ્નાન કરવાથી દાન પુણ્ય કરવાથી અનેક ગણું પુણ્ય મળે છે.
બ્રહ્મપુરાણમાં કહેવાયું છે કે,
જ્યેષ્ઠે માસિ સિતે પક્ષે દસમી હસ્તસંયુતા, હરતે દસ પાપાનિ તસ્માદ્ દશહરા સ્મૃત. આનો અર્થ છે કે જેઠ માસની શુક્લ પક્ષની દસમી તિથિ હસ્ત નક્ષત્ર હોય તે સમયે દસ પ્રકારના પાપોનું નાશ થાય છે. આ દિવસે ગંગા સ્નાન કરવાથી છળ, કપટ, લોભ, પરનિંદા, ખરાબ વિચારના લીધે લગનાર દોષ સમાપ્ત થાય છે. લગ્નેત્તર સંબંધ, અસત્ય બોલવાથી લાગેલું પાપ આ તમામ પાપ ગંગા સ્નાન કરવાથી ધોવાઈ જાય છે.
ગંગા દશહરાના દિવસે ગંગા સ્નાન અને પૂજા અર્ચના પછી વાળ કપાવીને ગંગામાં વિસર્જિત કરવાથી આરોગ્ય લાભ મળે છે, આ ઉપરાંત જીવન પર આવનાર તમામ સંકટોથી બચાવ થાય છે. આ દિવસે શિવપૂજા કરવાનું પણ ખાસ વિધાન છે. ગંગા જ્યારે સ્વર્ગથી પૃથ્વી પર ઊતરી આવી તે સમયે પોતાના વેહથી પૃથ્વી પર હાહાકાર મચી જવા પામ્યો હતો. ભગવાન શિવે પૃથ્વીની રક્ષા માટે ગંગાને પોતાની જટાઓમાં બાંધી લીધી અને ગંગાની એક ધારાને પૃથ્વી પર ઊતારી. શાસ્ત્રોમાં કહેવાયું છે તેમ ભગવાન વિષ્ણુના ચરણોમાંથી નીકળીને શિવની જટાઓમાં લપેટાઈને ગંગાનું જળ ડૂબકી લગાવા માત્રથી વિષ્ણુ અને શિવના આશીર્વાદ એકસાથે મળે છે.
ગંગા દશેરાના દિવસે ગંગા અવતરણની કથા સાંભળવાથી પુણ્ય મળે છે. જે લોકો ગંગા સ્નાન નથી કરી શકતા તે પોતાના ઘરે ડોલમાં જળ ભરીને તેમાં અન્ય પાણી મેળવીને ગંગામાતાનું સ્મરણ કરતા સ્નાન કરે. આનાથી ગંગા સ્નાનનું પુણ્ય પ્રાપ્ત કરી શકાય છે.
( સંબંધિત સમાચાર માટે નીચેની લિંક પર કરો ક્લિક...)
જો કોઈ કુંવારી કન્યા આવું કરે તો સમજી લેજો કે બેડો પાર
આ ઉપાય કરવાથી પૈસાની તંગી ખૂબ જલ્દી થશે દૂર
આ ચમત્કાર જોઈને તમે પણ ચોક્કસ માથું નમાવી દેશો
જો તમારા ઘરમાં આ હશે તો સુખ-સમૃદ્ધિ દોડતી આવશે !
ઘરેથી નીકળતા જો આ મળે તો સમજો બેડો પાર
આવાં સપનાં આવે તો સમજી લેવું કે ભવિષ્ય તમારું ખૂબ ઊજ્જવળ છે
ટૂંક સમયમાં શનિ મહારાજ 12 રાશિ પર કેવી કરશે અસર વાંચો
આ ઉપાય કરવાથી દુશ્મનોનો ભય નહીં રહે
બેડરૂમમાં કરો આટલા ફેરફાર અને મેળવો અપાર સુખ
એક એવું ગામ જ્યાં આજદિન સુધી કદી રામલીલા નથી ભજવાઈ
આગામી 19 મેથી જાણો કઈ રાશિ પર શનિ દેવનો ઊતરશે કોપ
પ્રેમમાં સફળતા મેળવવી હોય તો અપનાવો આ અચૂક મંત્ર
સપનામાં જો આ દેખાય તો રાખજો સાવધાની નહીંતર !!
આગામી પહેલી જૂનથી ઉજ્જૈનમાં ભગવાન મહાકાલેશ્વરનાં દર્શન પડશે મોંઘા
તમારા મનની સર્વ આશા પૂર્ણ કરવા માટે કરો હનુમાનના આ 12 નામનો જાપ