નવી દિલ્હી, તા. 30
લાખો દેશી અને વિદેશી પર્યટકો રાજસ્થાનના ઈન્દ્રધનૂષી જાદૂથી સહેલાણીઓને હંમેશાં સંમોહિત કરતા હોય છે. અહીં દર વર્ષે રાજ્યના ઐતિહાસિક, ભૌગોલિક અને સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ, કિલ્લાઓ, મહેલ, દેવાલય, છતરીઓ, વાવનો જોવા આવતા હોય છે. આ એક સ્થાપત્ય અને મૂર્તિકળાનું અદ્રિતિય નમૂનો છે, તો બીજી તરફ જયસમંદ તળાવ એશિયાનું સૌથી મોટું કુત્રિમ તળાવ હોવાનું દરજ્જો પ્રાપ્ત કરે છે. આ ઉદયપુર જિલ્લા મુખ્યાલયથી 51 કિલો મીટર દૂર દક્ષિણ-પૂર્વની તરફ ઉદયપુર-સલૂમ્બર માર્ગ પર આવેલું છે.
પોતાના પ્રાકૃતિક પરિવેશ અને ડેમના સ્થાપત્ય કળાની સુંદરતાથી જયસમંદ ઝીલ વર્ષોથી પર્યટકોનું આકર્ષણનું મહત્વપૂર્ણ સ્થળ બન્યું છે. સત્તાવાર સૂત્રો અનુસાર, ઉદયપુરના તત્કાલિન મહારાણા જયસિંહ દ્રારા વર્ષ 1687 શક 1691ના મધ્યમાં 14 હજાર 400 મીટર લાંબા અને 9 હજાર 500 મીટર પહોળું નિર્મિત આ કૃત્રિમ સરોવર એશિયાનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર માનવામાં આવે છે. બે પહાડના વચ્ચે ઢેબરને કૃત્રિમ તળાવનું સ્વરૂપ દેવાયું છે. આ ઉપરાંત મહારાણા જયસિંહના નામ પરથી જયસમંદ (જયસમુદ્ર)પણ કહેવાય છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઐતિહાસિત દસ્તાવોજોના હવાલાથી જણાવ્યું કે તળાવમાં પાણી લાવનાર ગોમતી નદી પર મહારાણા જયસિંહે 375 મીટર લાંબો અને 35 મીટર ઊંચો બંધ બાંધ્યો હતો, આ બંધના તળિયાની જાડાઈ 20 મીટર અને ઉપરથી જાડાઈ પાંચ મીટર છે. આ ડેમનું નિર્માણ બરવાડીના ખાણના સફેદ (સીસ્ટ) પથ્થરથી કરાવ્યું છે.
તળાવની મજબૂતી માટે બેવડી દીવાલ બનાવાઈ છે. સુરક્ષાની દ્રષ્ટિથી આ ડેમ આશરે 100 ફૂટના અંતરથી 396 મીટર લાંબો છે. અને 36 મીટર ઊંચા એક વધુ ડેમનું નિર્માણ કરાવ્યું હતું. મહારાણા સજ્જનસિંહ અને ફતેહસિંહના સમયમાં આ બંને ડેમની વચ્ચેના ભાગને ભરવામાં આવ્યો અને સમતલ ભૂમિ પર વૃક્ષારોપણ કરાવ્યું હતું. સ્થાપત્ય કળાની દ્રષ્ટિથી બનેલા આ બંને ડેમ પોતાની રીતે આકર્ષણનું પ્રમુખ કેન્દ્ર છે. તળાવની બાજુ ડેમ પર સુંદર મજાની છતરીઓ પર્યટકોનું મનમોહી લેતું હોય છે. સૌથી નીચેની તરફ કલાત્મક મધ્યમ કદના છ હાથીઓની પ્રતિમા બનાવાઈ છે. આ જગ્યાએ ડેમના સૌથી ઊંચા સ્થાન પર મહારાણા જયસિંહ દ્વારા શિવને સમર્પિત નર્મદેશ્વર મહાદેવનું કળાત્મક મંદિર પણ બનાવેલું છે.
( સંબંધિત સમાચાર માટે નીચેની લિંક પર કરો ક્લિક...)
વિદેશી પર્યટકોનું સ્વર્ગ 'ખજુરાહો'
વેકેશન માણવા આ દરિયા કિનારા છે સૌથી બેસ્ટ
આ વેકેશનમાં જાઓ 'વાદળોનાં દેશ'
નેપાળ:પ્રકૃતિની સુંદર ભેટ
દુનિયાના આ ટોપ 10 રોમેન્ટિક બીચ જોઈને દિલ પર નહી રહે કાબૂ!
માઉન્ટ આબુ:રણમાં હિલ સ્ટેશન
હોનોલૂલૂ હનિમૂન માટે જ નહીં પણ તેની આ વિચિત્રતા માટે પણ છે જાણીતું