|
|
બિગ બ્રધર સની કરી રહ્યો છે એશાની ફિલ્મનું પ્રમોશન
|
|
Oct 05, 2011
|
Entertainment >
Bollywood News
|
|
|
|
|
|
|
મુંબઈ : 5, ઓક્ટોબર
જ્યારે વાત ફેમિલીના આવે છે તો કોઇ પાછળ નથી પડવા નથી માંગતું હોતું. સની દેઓલ પણ હાલ પોતાની બહેન એશા દેઓલની આવનારી ફિલ્મ 'ટેલ મી ઓ ખુદા'ના પ્રમોશનને લઇને ઘણી મહેનત કરી રહ્યો છે. એશા દેઓલ બહુ જલ્દી હેમા માલિનીની હોમ પ્રોડક્શનની ફિલ્મ 'ટેલ મી ઓ ખુદા'માં જોવા મળશે. આ ફિલ્મના પ્રમોશનમાં સન્ની એશા અને હેમાની મદદ કરી રહ્યો છે.
હેમા માલિનીએ કહ્યું કે અમે બધા એક જ પરિવાર છીએ અને આ ફિલ્મને પ્રમોટ કરવા માટે અમારાથી જે પણ બનશે તે બધું જ કરીશું. આ પહેલા જ્યારે સની ટીવી શૉ હોસ્ટ કરી રહ્યો છે તેવી વાત આવી હતી ત્યારે પણ હેમાએ કહ્યું હતું કે સની બહહુ સારો હોસ્ટ બનશે.
આ ફિલ્મના પ્રમોશન માટે ધર્મેન્દ્ર અને સની, હેમા અને એશા સાથે ટૂર કરશે. આ ફિલ્મ દિવાળીની આસાસ રીલીઝ થાય તેવો કાર્યક્રમ ઘડવામાં આવી રહ્યો છે. આ પહેલા ધર્મેન્દ્રની ફિલ્મ 'યમલા પગલા દિવાના'ને પણ આખા પરિવારે સાથે મળીને પ્રમોટ કરી હતી.
|
|
|
|
|
|
Share This
|
|
|
- More News
: Bollywood News
-
|
|
|
|
|
|
|
|
blog comments powered by
|
|
|
|
|
|
|
|