Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 20,2013 12:11:35 PM IST
સુદ એકાદશી - નિર્જળા એકાદશી,ગાયત્રી જયંતી
 

એસટી ડ્રાઈવર ઉપર જીપચાલકનો હુમલો

Oct 06, 2011 Ahmedabad > Mehsana
 
comment     E-Mail     Print    
 
Viewed: 313
Rate: 0
Rating:
Bookmark The Article

મહેસાણા, તા.૫

મહેસાણામાં હૈદરીચોક વિસ્તારમાં મોટી વ્હોરવાડ ખાતે રહેતા અને મહેસાણા એસટી ડિવિજનમાં ડ્રાયવર તરીકે ફરજ બજાવતા ફકીરમહંમદ અબ્દુલકાદર વ્હોરા મંગળવારે બપોરે ૧-૩૦ કલાકે એસ.ટી.બસ થઈ જગુદણ ગયા હતા. જગુદણથી મહેસાણા તરફ આવતાં એક જીપ ચાલક રોન્ગ સાઈડમાં આવતો હોવાથી તેમણે ઠપકો આપ્યો હતો અને વાહન બરાબર ચલાવવા માટે જણાવ્યું હતું. આથી રોન્ગ સાઈડમાં આવતી જીપ નંબર જીજેર૪એ ૩૭૦નો ચાલક તેમજ તેમાં બેઠેલો એક અન્ય શખસ ઉશ્કેરાયા હતા. તેમણે જીપ ઉભી રાખી હતી અને એસટી ચાલક ફકીરમહંમદ વ્હોરાને ગાળો બોલી હુમલો કર્યા હતો. લોખંડની પાઈપથી એસટી ડ્રાયવર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. એસટીના ડ્રાયવરે આ ઘટના અંગે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે સરકારી નોકર ઉપર હુમલો કરવાના આરોપમાં બે શખસો સામે ફરિયાદ નોંધી હતી.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com