Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 19,2013 03:53:16 PM IST
 

સાઠંબા પાસેથી લુંટારુ ટોળકી ઝબ્બે

Oct 06, 2011 Ahmedabad > Sabarkantha
 
comment     E-Mail     Print    
 
Viewed: 357
Rate: 0
Rating:
Bookmark The Article

બાયડ, તા.૫

બાયડ તાલુકામાં ઘરફોડનું પ્રમાણ વધવા લાગતાં પોલીસની ચિંતામાં વધારો થઈ ગયો હતો. બાયડ પોલીસને બાતમી મળી હતી કે મોડાસાની ચાંદ ટેકરી વિસ્તારમાં રહેતા મુલતાનીઓની ગેંગ લૂંટ-ઘાડના ઈરાદે ફરી રહી છે અને વાહનનો નંબર પણ બાતમીદારે પોલીસને આપ્યો હતો જેથી બાયડ પી.એસ.આઈ., બી. કે. ભરવાડ અને સ્ટાફ છેલ્લા કેટલાય દિવસથી ગ્રામ્ય માર્ગો ઉપર દિવસ-રાત્રિ પેટ્રોલીંગ વધુ સઘન બનાવી દીધું હતું અને તેમાં બાતમી આધારીત વાહન સાઠંબા નજીક જોવા મળતાં પોલીસે તે થોભાવી તેની તલાશી હાથ ધરતાં માત્ર ગાદલાં પાથરેલાં હોવાનું જોવા મળ્યું હતું પરંતુ પોલીસને શંકા જતાં ગાદલાં નીચેથી મારક હથિયારો હાથ લાગતાં પોલીસ ચોંકી ઉઠી હતી અને જીપમાં સવાર પ જણની અટકાયત કરી તેમની પૂછતાછ હાથ ધરતાં તેઓ મોડાસાના ચાંદટેકરી વિસ્તારના રહીશ હોવાનું જણાવ્યું હતું જ્યારે પોલીસને તેમની પૂછતાછ દરમ્યાન શંકાસ્પદ હરકત જણાતાં કોર્ટમાં રજૂ કરી રીમાન્ડ મેળવ્યા હતા અને બે દિવસના રીમાન્ડ દરમ્યાન તેઓએ પોલીસ આગળ કેટલીક કેફીયત રજૂ કર્યાનું જાણવા મળેલ છે. રીમાન્ડ પૂરા થયા પછી આરોપીઓ ઈકબાલ ધીરૂભાઈ મુલતાની, હનિફ સાબીરભાઈ મુલતાની, રમઝાન ધીરૂભાઈ મુલતાની, જમાલ શફીભાઈ મુલતાની, સલીમ અલ્લારખા મુલતાની (તમામ રહે. ચાંદ ટેકરી-મોડાસા)ને મોડાસા સબ જેલમાં મોકલી અપાયા હતા. જ્યારે સદર પકડાયેલા ઈસમો પૈકી કેટલાક પશુચોરીમાં સંડોવાયાનું જણાઈ આવતાં બાયડ પોલીસે સાબરકાંઠાના અન્ય પોલીસ સ્ટેશનોમાંથી ક્રાઈમ રેકર્ડની તપાસ કરાવતાં કેટલાક આરોપીઓ વર્ષ-૧૯૯૯માં પશુ ચોરીમાં સંડોવાયાનું પણ બહાર આવ્યું છે. જ્યારે અન્ય જિલ્લામાં પણ આ ગેંગે પશુઓની તસ્કરી કર્યાની આશંકા સેવાઈ રહી છે. જાણવા મળ્યા મુજબ પકડાયેલી ગેંગ ખાસ કરીને વિરપુર, બાલાસિનોર વિસ્તારમાં રાત્રે બાંધેલાં પશુઓ ચોરવાની ફીરાકમાં હોવાનું પણ જણાઈ આવ્યું છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com