વ્યારા, તા. ૫
નિઝરના ખોડદા સ્થિત એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં ગાંધીજયંતીની ઉજવણી નિમિત્તે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગાંધીજીના સત્યાગ્રહો વિષય પર યોજાયેલી સ્પર્ધામાં ૩૩ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમે ચૌધરી અંજનાબેન વી.ચૌધરી, દ્વિતીય પવાર પરેશભાઇ એમ., તૃતીય ગામીત ફિલીપભાઇ ડી. વિજેતા જાહેર થયા હતા. દરેક વિદ્યાર્થીએ પોતાની આગવી સૂઝથી કાર્યક્રમમાં ધારદાર વકતવ્ય રજૂ કરી ગાંધીજીના જીવન વૃત્તાંતને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. વિજેતાઓને શાળાના આચાર્ય પરેશભાઇ પ્રજાપતિ, સંચાલક ગાયકવાડએ અભિનંદન પાઠવ્યા હતા.