Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 18,2013 10:47:08 PM IST
 

આઈએફએસ અધિકારી સુરેન્દ્ર મહાપાત્ર મુક્ત

Jul 31, 2012 NRI > US
 
Tags:   Surendra Mohapatra NRI Indian origin IFS officer Bail America Court Arrest comment     E-Mail     Print    
 
Viewed: 2439
Rate: 5.0
Rating:
Read in English
Bookmark The Article

ન્યૂયોર્ક, તા. 31

અમેરિકમાં એક મહિલા હોટેલકર્મીની ફરિયાદને પગલે પેન્સિલવેનિયા પોલીસે અયોગ્ય વર્તનના આરોપમાં અટકાયતમાં લેવાયલ ભારતીય વન સેવાના સિનિયર અધિકારી સુરેન્દ્ર પ્રસાદ મહાપાત્રને જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યા છે.
 
મહાપાત્ર પહેલી ઓગસ્ટે પેન્સિલવેનિયા કોર્ટમાં શરૂઆતની સુનાવણી માટે હાજર રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર મહાપાત્રને શુક્રવારે જામીન પર મુક્ત કરી દેવાયા છે, અને તેઓ શહેરમાં પરત આવી ગયા હતા અહીં તેમને ગઈકાલે ભારતના મહાવાણિજય દૂતાવાસના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. દૂતાવાસના અધિકારીએ 24 જુલાઈના રોજ પેન્સિલવેનિયાના મતમોરાસ ટાઉનમાં મહાપાત્રની ધરપકડ કર્યા બાદ તેની સાથે સતત સંપર્કમાં છે. નોંધનીય છે કે ધરપકડના દિવસે હોટેલમાં એક મહિલાકર્મીએ આઈએફએસ અધિકારી પર જાતીય સતામણીનો આરોપ મૂક્યો હતો. આ હોટેલમાં મહાપાત્રએ રોકાણ કર્યું હતું.

સૂત્રો મુજબ મહાપાત્રે ખોટું કર્યાથી ઈન્કાર કર્યો છે. એક કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહેલા શહેરમાં આવેલ ભારતના રાજદૂત નિરુપમા રાવે જણાવ્યું કે કેસની તપાસ કરાઈ રહી છે અને આ કેસ અંગે તેઓ કોઈ ટિપ્પણી નહીં કરે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com