Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 19,2013 12:34:04 PM IST
 

ખરતા વાળથી ન થશો દુખી, આ રહ્યો તેને ઉપાય

Jul 31, 2012 Offbeat
 
Tags:   Lifestyle Hair loss Hair Women hair Women health Women Hair tips Tips Health Nice hair comment     E-Mail     Print    
 
Viewed: 8600
Rate: 2.2
Rating:
Bookmark The Article

નવી દિલ્હી, તા. 31

આજકાલ વાળ ખરવાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. જેને પણ જુઓ આ સમસ્યાથી પીડિત હોય છે. જો કે વાળની આ સમસ્યા ખાસ કરીને પુરુષો કરતાં મહિલામાં વધારે જોવા મળે છે. વાળ ખરવાના ઘણાં કારણો હોય છે. ઘણીવાર ગંભીર રોગને કારણે અથવા મહિલાઓમાં પ્રસૂતિ થવાને લીધે વાળ ખરે છે. જો તમારા પણ વાળ ખરતા હોય અથવા તૂટતા હોય તો તમે કાળા, ભરાવદાર અને રેશમી વાળ માટે પોતાના વાળની દેખરેખ કરવાની ખાસ જરૂર છે.


વાળ ખરવાના કારણો-
વાળ ખરવા માટેનું મુખ્ય કારણ સ્ટ્રેસફુલ લાઈફ છે. આજકાલ લોકો પર કામના ભારણનો બોજો છે જેનાથી તેઓ તણાવમાં આવી જાય છે. આવામાં આપણે વાળને ખરતા રોકવા માટે તણાવથી દૂર રહેવું જોઈએ અને પ્રયત્ન કરવો જોઈએ કે વધુને વધુ ખુશ કઈ રીતે રહી શકાય.

ઘણીવાર હવામાન બદલાતા વાળ ખરતા હોય છે, આવામાં તમારે પોતાના વાળની કેર કરવી જોઈએ. વાળને અઠવાડિયામાં બે કે ત્રણવાર ધોવા જોઈએ. કોઈ મેજર સર્જરી, ઈન્ફેકશન અને લાંબા સમયની બીમારી હોય તો વાળ ખરી શકે છે.

જો અચાનક હોર્મોનનું લેવલ બદલાઈ જાય અને તમે કોઈ બીમારીથી પીડાવ તો તેની સીધી અસર તમારા વાળ પર પડે છે. જેનાથી વાળ તેના મૂળમાંથી નબળા થઈને ખરવા લાગે છે.

સુવાવડ પછી કેટલીક મહિલાઓમાં નબળાઈ આવી જતી હોય છે. આ નબળાઈને પગલે વાળ ખરતા રહે છે. આવી સ્થિતિમાં તમારે વાળને પોષણ આપવા હર્બલ શેંપૂનો ઉપયોગ કરવો જોઈએ.

જે શેંપૂ ઝાગ આપે છે, તેમાં ડિટર્જન્ટ જરૂર હોય છે. હર્બલ શેંપૂ પણ આનો અપવાદ નથી. માત્ર શિકાકાઈ કે અરીઠાંના કેટલાક ટીંપા નાંખવાથી રાહત રહે છે. ડિટર્જન્ટથી બચવા અરીઠા, શિકાકાઈ અને મહેન્દી મિક્સર ઘરમાં બનાવીને લગાવો.

વાળને પૂરતું પોષણ ન મળવાતી વાળ ખરે છે. આવામાં વાળને ખતરા બચાવવા માટે સમય પર વાળને મહેન્દી લગાડવી જોઈએ. અથવા પોષણ મળે તે માટે દહીં લગાડવું જોઈએ.

ખરતા વાળને રોકવાનો ઘરેલું ટિપ્સ-

લીલા ધાણાનો રસ અથવા ગાજરના રસને વાળની જડમાં લગાડવાથી રોગી વ્યકિતના વાળ ખરવાનું બંધ થઈ જશે અને માથામાં નવા વાળ ઊગવા લાગશે. આ સ્થાન પર ડુંગળીનો રસ લગાડવાથી વાળ ફરીથી આવશે.

ગાજરને લસોટીને લેપ બનાવી લો, આ લેપને માથા પર લગાવો બે કલાક પછી માથું ધોઈ નાંખવું જોઈએ. આવું નિયમિત કરવાથી વાળ ખરતા બંધ થશે અને ટાલિયાપણું દૂર કરવા રાતે સૂતા સમયે નારિયેળના તેલમાં લિંબુનો રસ મેળવીને માથા પર માલિશ કરવી જોઈએ.

રાતના સમયે તાંબાના વાસણમાં પાણી ભરીને રાખો. સવારના સમયે પથારીમાંથી ઊઠીને પી લેવું આની સાથે અડધો ચમચી આમળાનું ચૂર્ણનું સેવન કરી શકો છો. આનાથી થોડા સમયમાં વાળની ખરવાની સમસ્યા અને માથાને રાહત થાય છે.

આશરે 80 ગ્રામ બિટના રસમાં સરસિયાનું તેલ 150 ગ્રામ મેળવીને આગ પર શેકો, જ્યારે રસ સુકાઈ જાય ત્યારે આગ પરતી ઊતારીને ઠંડું કરીને શીશીમાં ભરી દેવું. આ તેલથી દરરોજ માથા પર માલિશ કરવાથી ખરતા વાળ અટકી જશે અને વાળ સમય પહેલા સફેદ પણ નહીં થાય.

અડધો કપ દારૂ હા, દારૂમાં ડુંગળીનાં ટૂકડા નાંખીને એક દિવસ અગાઉ રાખી દો. પછી એક દિવસ પછી ડુંગળીનાં ટૂકડાઓને દારૂમાંથી બહાર કાઢવા અને માથા પર તેની માલિશ કરવી. આનાથી ખરતા વાળ બંધ થઈ જશે અને માથા પર નવા વાળ ફરીથી ઊગવા શરૂ થઈ જશે.

આ ન્યૂઝ પર પણ ફેરવો નજર...

આવું કરવાથી કંટ્રોલ થઈ જશે તમારું બ્લડ પ્રેશર
સામાન્ય રીતે ઉનાળાની તીવ્ર ગરમીમાં બ્લડ પ્રેશર લો અથવા તો હાઈ થવાની ફરિયાદ ઊઠવા પામતી હોય છે. જો તમારી સાથે પણ કંઈક આવું જઈ થઈ રહ્યું હોય તો ઘરેલું ઉ...

સ્કિનને ચમકાવવા, વાળના ગ્રોથ માટે ઓરેન્જ જ્યુસ પીઓ
હેલ્થ અને બ્યુટી-નિષ્ણાતોની એક પેનલે અભ્યાસ કર્યા બાદ જણાવ્યું છે કે ઓરેન્જ જ્યુસના એક ગ્લાસથી સ્કિનને વધુ ચમકદાર અને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે. વ્યક્...

ચોમાસામાં રાખજો આ બાબતોનું ધ્યાન, નહીંતર ન થવાનું થશે!
હવામાન જણાવી રહ્યું છે કે આ સીઝનમાં સારો એવો વરસાદ વરસશે, મૉન્સૂનની ઋતુમાં તમારે કઈ કઈ કાળજી લેવી તે અંગેની માહિતી...

મહિલાઓનાં વાળ તેની સુંદરતામાં કરે છે વધારો
દુનિયાના જટિલ વ્યવહારોથી માનવ કંટાળીને એક છાંયડો શોધતો હોય છે આ માટે તે વૃક્ષ પણ હોઈ શકે ક્યારેક માતાનો ખોળો પણ હોઈ શકે છે. તો કોઈવાર પ્રિયતમાનાં સુ...

મહિલાઓને આ દિવસોમાં કામ કરવાથી તેમને આનું જોખમ 100 ટકા ખરું
મહિલાઓને આ દિવસોમાં વધારે પડતું કામ કરવાથી તેમને આગામી સમયમાં થતા નુકસાન થવાની ભીતિ ભારોભાર રહેલી હોય છે....

( સંબંધિત સમાચાર માટે નીચેની લિંક પર કરો ક્લિક...)
સિગારેટનાં વ્યસનથી કંટાળી ગયા હોવ તો, આ રહી તમારા માટે ખુશ ખબર! 
તમારા બાળકની આ બાબતનું રાખો ખાસ ધ્યાન

મુજે દુનિયાવાલો શરાબી ન સમજો! 

સ્લીમ બોડી જોઈતી હોય તો અપનાવો આ ફંડા 

જૉબ શોધી રહ્યા હોવ તો આની પર થોડું ધ્યાન આપશો, નોકરી તમારા હાથમાં આવી જ સમજો! 

સ્લિમ બનવાનું તમે નક્કી કરી લીધું હોય તો, આપો આ બાબત પર ખાસ ધ્યાન! 


 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com