યુનાઇટેડ નેશન્સ : 1, ઓગષ્ટ
યુએનના મહાસચિવ બાન કી-મૂને વર્ષ ૨૦૧૫ પછીના વૈશ્વિક વિકાસ એજન્ડા અંગે યુએનને સલાહ આપનારી ૨૬ સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિમાં ભારતીય અર્થશાસ્ત્રી અભિજીત બેનરજીની નિમણૂક કરી છે.
બેનરજી હાલમાં મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી (એમઆઇટી) ખાતે ઇકોનોમિક્સના પ્રોફેસર છે. વર્ષ ૨૦૦૩માં તેઓ અબ્દુલ લતીફ જમીલ પોવર્ટી એક્શન લેબ.ના સહસ્થાપક બન્યા હતા. તેઓ ઇકોનોમિક એનાલિસીસ ઓફ ડેવલપમેન્ટમાં બ્યુરો ફોર ધ રિસર્ચના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.
યુએનને ૨૦૧૫ પછીના વૈશ્વિક વિકાસ એજન્ડા અંગે સલાહ આપનારી સમિતિમાં ઇન્ડોનેશિયાના પ્રમુખ સુસિલો બામ્બાંગ યુધોયોનો, લાઇબેરિયાના પ્રમુખ ઇલેન જોન્સન સિરલીફ અને બ્રિટિશ વડાપ્રધાન ડેવિડ કેમરુન સહઅધ્યક્ષ રહેશે. સમિતિની સૌપ્રથમ બેઠક સપ્ટેમ્બરના અંતમાં મળશે.