Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 20,2013 12:14:43 AM IST
સુદ એકાદશી - નિર્જળા એકાદશી,ગાયત્રી જયંતી
 

યુનિવર્સિટી સેનેટ ચૂંટણીમાં રાજકારણનો રંગ અધ્યાપકો અને શિક્ષકોને પણ લાગ્યો

Aug 02, 2012 Surat > Surat City
 
Tags:   Local News comment     E-Mail     Print    
 
Viewed: 263
Rate: 0
Rating:
Bookmark The Article

સુરત,તા. ૧

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખની ઉમેદવારીને પગલે હાઈ પ્રોફાઈલ બની રહેલી યુનિવર્સિટી સેનેટની ચૂંટણીમાં રાજકીય રંગ લાગી જવાની ઘટનાઓ વધી રહી છે ત્યારે રાજકારણનો રંગ અધ્યાપકો અને માધ્યમિક શિક્ષકોના મતદાર વિભાગમાં પણ લાગી ગયો છે.

·        મંડળના માન્ય ઉમેદવારો સામે સત્તા જૂથના સભ્યો પણ મેદાનમાં, શિક્ષક સંઘમાં પણ ઉમેદવારો ફૂટી નીકળતાં ઉકળતો ચરૂ

ચૂંટણીમાં અધ્યાપકોની બેઠકમાં કોમર્સમાં એક તેમજ આર્ટ્સ, સાયન્સની બબ્બે, ગ્રામ અભ્યાસ તથા શિક્ષણ વિભાગની એક-એક બેઠક ઉપર સાઉથ ગુજરાત કોલેજ એન્ડ યુનિવર્સિટી ટીચર્સ એસોસિયેશન (સાગુટા)ના મંડળ સામે યુનિવર્સિટીના હાલના શાસકોના સત્તા જૂથે પણ તમામ બેઠકો ઉપર ધરાર ઉમેદવારી નોંધાવતા અધ્યાપક આલમમાં પણ રાજકારણ પ્રવેશી ગયું છે. આ સંજોગોમાં ઉમેદવારો વ્યક્તિગત રીતે જીતે છે કે, મંડળ અને સત્તા જૂથ એ ચર્ચાનો વિષય બની રહ્યો છે.

હાલમાં સાગુટા દ્વારા કોમર્સમાં વાડિયા વિમેન્સના બાબુભાઈ ચૌધરી તેમજ આર્ટ્સમાં રોફેલના અજય નાયક અને જે.પી. આર્ટ્સના સુહાસબેન ડાભી તથા સાયન્સમાં પી.ટી. સાયન્સના મહેન્દ્રસિંહ મહિડા અને બી.કે.એમ. વલસાડના તખ્તસિંહ ગોહિલની પસંદગી કરી છે. જ્યારે શિક્ષણ વિભાગમાં ચિરાગ દેસાઈ તેમજ ગ્રામ અભ્યાસમાં ઠાકોરભાઈ ચૌધરીને ઉમેદવાર જાહેર કર્યા છે.

બીજી તરફ સત્તા જૂથ દ્વારા કોમર્સમાં વાડિયા વિમેન્સના જ ભરત ભંડારી, આર્ટ્સમાં રુદ્રેશ વ્યાસ અને ઉમાબેન ભાવસાર, સાયન્સમાં ખોલવડ કોલેજના ઉન્મેષ પંડયા અને કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટના નવીન પટેલ, શિક્ષણ વિભાગમાં હાલમાં સિન્ડિકેટ સભ્ય પદેથી ટર્મ સમાપ્ત કરનાર કિરીટસિંહ વાસદિયા તેમજ ગ્રામ અભ્યાસમાં વેડછી કોલેજના અજય પટેલને રેસામાં ઉતાર્યા છે. મંડળના સભ્યો દ્વારા જ બળવાખોર ઉમેદવાર ઊભા રખાતા ચૂંટણી અધ્યાપકોના ક્ષેત્રમાં પણ રસપ્રદ બની રહી છે અને હાલમાં તમામ ઉમેદવારો પોતાના પ્રચારકાર્યમાં મંડી પડયા છે.

આ જ પ્રકારે માધ્યમિક શિક્ષક સંઘની બે બેઠક ઉપર પણ પ્રમુખ રાજેશ દેસાઈ અને વાંકલના પંકજ દેસાઈની પસંદગી થઈ છે. જ્યારે તેની સામે સુરતનાં જ નવનીત સેલર અને જાદવ ઈશ્વરસિંહે પણ આજે ઉમેદવારી નોંધાવી દેતા શિક્ષકઆલમમાં પણ બળવાખોરીની ચર્ચાએ ઉપાડો લીધો હતો. સેલરની ઉમેદવારીને પગલે સંઘે સત્તાવાર રીતે રાજેશ દેસાઈની ઉમેદવારી ફાઇનલ કરી હતી.

જ્યારે આચાર્યની બે બેઠક ઉપર એકમાં સુરતના આર.ડી.કોન્ટ્રાક્ટર શાળાના આચાર્ય પ્રવીણ માળીની પસંદગી થઈ છે. જ્યારે બીજા માટે દાવેદારોનો રાફડો ફાટયો હોવાનું જાણવા મળે છે. આ બેઠક માટે આજે નવીન પટેલ, પટેલ રજનીકાંત અને પ્રવીણસિંહ સોલંકીએ પોતાના ફોર્મ ભરી દીધાં હતાં. અત્યાર સુધી આ બેઠકો ઉપર ચૂંટણી લડાઈ છે પરંતુ જે પ્રકારે હાલનો માહોલ સર્જાયો છે તે શિક્ષકઆલમ માટે પણ ગૂંચવાડાભર્યો બની રહ્યો છે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com