Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 19,2013 01:58:51 AM IST
 

લંડનમાં ભારતીય મૂળના ઠગને ચાર વર્ષનો કારાવાસ

Aug 02, 2012 NRI > UK
 
Tags:   Indian NRI Jail Court Indian origin Cheater Money comment     E-Mail     Print    
 
Viewed: 1545
Rate: 1.0
Rating:
Bookmark The Article

લંડન, તા. 02

પોતાના મિત્રો અને સંબંધીઓ પાસેથી 10 લાખ પાઉન્ડ કરતા વધુ પૈસા ઠગવા અને બાદમાં આનાથી ઑનલાઈન રમતો રમનાર ભારતીય મૂળના એક ઠગને ચાર વર્ષની કારાવાસની સજા ફટકારવામાં આવી છે.  ત્રીસ વર્ષીય વિજય ભાખરીએ શેર બજારમાં રોકાણના બદલામાં તગડી રકમની ખોટી લાલચ આપીને લોકો પાસેથી 10 હજાર પાઉન્ડથી લઈને 3 લાખ 60 હજાર પાઉન્ડ સુધી વસૂલ્યા હતા. લેસ્ટરથી પ્રાપ્ત રિપોર્ટમાં  જણાવ્યું છે કે સેંકડો લોકોએ પોતાના જીવનની તમામ જમા મૂડી ખોઈ નાંખી છે.

ભાખરીએ અહીંની એક યુનિવર્સિટીમાં ફાર્મસીમાં અભ્યાસ કરતો હતો, પરંતુ વચ્ચે અભ્યાસ છોડી દીધી હતી. ભાખરીને લેસ્ટર ક્રાઉન્ટ કોર્ટે જેલમાં ધકેલ્યો છે. તેને લેસ્ટર ક્રાઉન કોર્ટમાં છેતરપિંડીના 17 ગુનાઓ કબૂલ્યા છે, જેનાથી 10 લાખ 74 હજારની રકમ સામેલ હતી. તેને આ છેતરપિંડી વર્ષ 2012ના જાન્યુઆરીથી જૂન 2012ની વચ્ચે કરી હતી.
 
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com