હિન્દી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી મુમતાઝે થોડા સમય પહેલાં જણાવ્યું હતું કે, 'રાજેશ ખન્નાને કેન્સર હતું, પરંતુ તેને જાહેર કરાયું ન હતું. જો કે રાજેશ ખન્ના મારા નજીકનાં મિત્ર હોવાથી તેમણે મને તેમનાં કેન્સર વિશે જાણ કરી હતી.'
મુમતાઝે હાલમાં જણાવ્યું હતું કે, પોતાની બીમારીને છૂપાવવામાં કોઈ સમજદારી નથી. લોકો પોતાની બીમારી શા માટે છૂપાવે છે, તે જ મને સમજાતું નથી? ઉલ્લેખનીય છે કે 65 વર્ષીય મુમતાઝ કેન્સરથી પીડિત છે, પરંતુ તેણે પોતાની બીમારીને જાહેર કરતા શરમાતી નથી.
મુમતાઝે પોતાની બીમારી વિશે કહ્યું હતું કે, "હું જ્યારે કેન્સરની કીમોથેરાપી લઈ રહી હતી ત્યારે મારી થાઈરોઈડ ગ્રંથી રહી ન હતી, જેનાં કારણે હું જે પણ ભોજન લઉં છું તે સીધું મારું વજન વધારી દે છે. મારું શરીર ખૂબ જ ફૂલી ગયું છે, પરંતુ કોઈ મારા પર હસતું નથી. તમે જેટલાં ઈમાનદાર રહો, તેટલાં તમને તમારા ચાહકો વધુ પસંદ કરે છે."