મુખ્ય કલાકારો : સન્ની લિઓન, રણદીપ હૂડા, અરુણોદય સિંહ
દિગ્દર્શક : પૂજા ભટ્ટ
નિર્માતા : પૂજા ભટ્ટ, ડીનો મોરિયા
સંગીત : આર્કો, મિથુન, પ્રાવો મુખર્જી
રેટિંગ:
સ્ટોરી :
ઈન્ટેલિજન્સ ઓફિસર અયાન (અરુણોદય સિંહ) ખૂની કબીર (રણદીપ હૂડા) ને પકડવા માટે ઈજ્ના (સન્ની લિઓન) નો સહારો લે છે. ઈજ્ના દ્વારા તે કબીર સુધી પહોંચવાની યોજના બનાવે છે. ફિલ્મમાં 6 વર્ષ પહેલાં ઈજ્ના કબીરની પ્રેમિકા રહી ચૂકી હોય છે અને ત્યારે કબીર પોલીસ માટે ખબરીનું કામ કરતો હોય છે. જો કે બાદમાં ઈજ્ના પણ ઈચ્છે છે કે કબીર જેલની પાછળ ધકેલાય. જો કે અયાનની સાચી હકીકત શું છે અને કબીર શા માટે ખૂની બન્યો હોય છે, તે કહાની તમને ફિલ્મમાં જ જાણવા મળશે.
રિવ્યૂ :
આ ફિલ્મની કહાની અર્થ વગરની સાબિત થાય છે, કેમ કે અયાન ઈજ્ના સાથે કબીરની સામેનાં ઘરમાં રહેવા આવે છે, તો પછી તેણે ઈજ્નાનો સહારો લેવાની ક્યાં જરૂર જ હતી. અયાન ઈચ્છે ત્યારે કબીરને મારી શકે તેમ હતો. પૂજા ભટ્ટ પણ પોતાની કહાનીની ભૂલોને છૂપાવી શકી નથી. ફિલ્મની છેલ્લી 15 મિનિટમાં તમને રસ પડી શકે તેમ છે, બાકી આખી ફિલ્મની કહાની તમને બોર કરી શકે છે. ફિલ્મમાં રણદીપ હૂડાને ખૂની બતાવવામાં આવ્યો છે, પરંતુ તેને ખૂન કરવાની યોજના ઘડતો પણ બતાવાયો નથી. હા, તેને વારંવાર વાયોલીન બજાવતો જોઈ શકાય છે. અરુણોદય સિંહ અને આરિફ ઝકારિયા વચ્ચેનાં સંવાદો સાવ નીરસ અને અર્થ વગરનાં છે, અને અરુણોદય પોતાના પાત્રને જરાપણ ન્યાય આપી શક્યો નથી. ભટ્ટ કેમ્પ ગ્લેમર વર્લ્ડથી હંમેશાથી પ્રભાવિત રહ્યું છે. ફિલ્મમાં મનોરંજનની સાથે બિઝનેસ કરવાની તક ભટ્ટ કેમ્પે કોઈ ફિલ્મમાં ગુમાવી નથી, પરંતુ પૂજા ભટ્ટ પોતાના પિતાની જેમ ચોકસાઈનાં ગુણ પોતાના પ્રોફેશનમાં લાવી શકી નથી. પૂજા ભટ્ટે ફિલ્મમાં માત્ર પોર્નસ્ટાર સન્ની લિઓનની લોકપ્રિયતા ખાટવાનો પ્રયાસ કર્યો છે, તેમ છતાં સન્ની લિઓનનાં જિસ્મનો પૂજા ભટ્ટ ઉપયોગ કરી શકી નથી. સન્ની લિઓન પોતાના પાત્રને સહેજ પણ ન્યાય આપી શકી નથી, કેમ કે આખી ફિલ્મમાં તેની અભિનય ક્ષમતા ક્યાંય જોવા મળતી નથી. સિનેમાઘરોમાં માત્ર સન્ની લિઓનને જોવા ભીડ જામી શકે તેમ છે, બાકી ફિલ્મ તમને જરા પણ આકર્ષિત કરી શકે તેમ નથી. સન્ની લિઓન ફિલ્મ રિલીઝ થાય બાદ સમજી શકે છે કે પોર્ન ફિલ્મમાં કામ કરવું અને અભિનય કરવો તે સહેલું નથી. ફિલ્મનાં મોટાભાગનાં સીનમાં તે માત્ર જોરથી શ્વાસ લેતી જોવા મળે છે.
PHOTO GALLERY
VIDEO GALLERY