મુંબઈ 3, ઓગષ્ટ
ક્રિકેટ જગતના સોથી સફળ બેટ્સમેન સચિન તેંડુલકરે ગુરૂવારે સ્વીકાર કર્યો કે તે શતરંજની રમતમાં હંમેશા અસફળ રહ્યો છે. તેંડુલકરે અખિલ ભારતીય શતરંજ મહાસંઘમાં જણાવ્યું હતું કે્ અમારા ઘરમાં શતરંજ બહુ જ રમવામાં આવતી હતી. મે મારા ભાઈ સાથે બહું જ શતરંજ રમી છે પરંતુ મને વધારે સફળતા નથી મળી. પરંતુ મે ભરપૂર મજા જરૂર લીધી છે.
તેણે કહ્યું કે અમારા પરીવારમાં શતરંજ રમવાની શરૂઆત મારા અંકલે કરી હતી. તેમણે શતરંજ પર એક પુસ્તક પણ લખ્યું છે અને તે શતરંજ મહાસંઘના સભ્ય પણ હતા.
તેંડુલકરે ખુલાસો કરી કહ્યું કે થોડા વર્ષ પહેલા મારા પુત્રએ પણ શતરંજ રમવાનું ચાલું કર્યું હતું. તે આ રમતને લઈ ઘણો ગંભીર પણ થઈ ગયો હતો અને અમે તેનું નામ શતરંજના ક્લાસમાં પણ લખાવી દીધું હતું. જો કોઈ મારા ઘરે મહેમાન કે મારો દોસ્ત આવે તો અર્જુન તેમને શતરંજ રમવા માટે મજબુર કરી દેતો હતો.
તે શતરંજનો દિવાનો હતો પરંતુ તમે જોણો છો કે છોકરાઓની પસંદ નાપસંદ તો બદલતી રહે છે. તે શતરંજ બાદ ડબલ્યૂડબલ્યૂઈ પછી ફૂટબોલ અને ક્રિકેટ તરફ પસંદગી ઉતારતો ગયો.