Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 06:35:36 PM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

દૂબળા પહેલવાને બતાવ્યું કૌવત

Aug 03, 2012 Supplements > Kids World
 
comment     E-Mail     Print    
 
Viewed: 1164
Rate: 3.6
Rating:
Bookmark The Article

મારી કલ્પના - ૧૦૬

એક સીતાપુર નામનું નગર હતું. ત્યાં રાજા ઇન્દ્રસેન રાજ કરતા હતા. તે કુસ્તીના ભારે શોખીન હતા. તેમણે નગરમાં કુસ્તીનો મોટો અખાડો બનાવડાવ્યો હતો અને તેમાં દર વર્ષે કુસ્તી સ્પર્ધાનું આયોજન કરતા હતા. વિજેતા થનાર મલ્લને સોનામહોરોનું ઇનામ આપતા હતા. દર વર્ષે દેશ-પરદેશથી કુસ્તીબાજો આ સ્પર્ધામાં ભાગ લેવા માટે આવતા હતા.

આ વર્ષે પણ સીતાપુરમાં કુસ્તીની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં દેશ-વિદેશના પહેલવાનો આવ્યા હતા. વિરાટનગર નામના રાજ્યમાંથી રામસેન નામનો દુબળો પાતળો મલ્લ કુસ્તીમાં ભાગ લેવા માટે આવ્યો હતો. તે શરીરે દૂબળો હતો, પણ તેના સ્નાયુ મજબૂત હતા અને તે કુસ્તીનો જાણકાર હતો. જોકે, તેના દેખાવ પરથી ગામના શાણા લોકોએ રામસેનને કુસ્તીમાં ભાગ ન લેવાની સલાહ આપી, કેમકે પ્રતિવર્ષ આ સ્પર્ધામાં એવા મજબુત દેખાતા મલ્લ આવતા હતા કે ગામલોકોને રામસેનની ચિંતા થતી હતી.

રામસેને લોકોની સલાહ અવગણીને સ્પર્ધામાં ભાગ લેવાની પૂરી તૈયારી કરી લીધી હતી. તે દૃઢ મનોબળ ધરાવતો હતો અને તેણે સ્પર્ધા જીતવાનો પાકો નિર્ધાર કર્યો હતો.

બીજા દિવસે સવારે નગરના અખાડામાં લોકો એકઠા થયા અને બધા જ મલ્લ પણ કુસ્તી માટે તૈયાર થઈ ગયા. કુસ્તીની શરૂઆતમાં જ પહેલો વારો રામસેનનો આવ્યો. તેણે કૌશલ્ય અને તાકાતથી તેના પહેલવાન હરીફને પ્રથમ રાઉન્ડમાં હરાવી દીધો. બીજા પડાવમાં તેનો મૂકાબલો ગત વર્ષના વિજેતા સામે થવાનો હતો. ગત વર્ષનો વિજેતા મલ્લ ખૂબ જ બળવાન હતો. તેની સામે એક વખત લડનારો બીજી વખત લડવાનું નામ લે એવી તેની ધાક હતી. શાણા માણસોએ ફરીવાર રામસેનને સમજાવ્યો કે ભલે પ્રથમ પડાવ પાર કરી લીધો પણ આ મલ્લ ખૂબ જ ખતરનાક છે, પણ રામસેને તો જાણે કોઈ પણ બળવાન મલ્લ સામે લડવાનું નક્કી કરી જ નાખ્યું હતું.

બધાના અચરજ વચ્ચે તેણે પેલા મલ્લ સામે કશ્મકશની લડાઈ પછી જીત મેળવી અને અંતિમ રાઉન્ડ માટે પસંદ થયો. અંતિમ રાઉન્ડમાં તેનો સામનો સીતાપુરના પહેલવાન ભીમસેન સાથે થયો. જેમાં તેણે ખૂબ જ બહાદુરી અને કૌશલ્યના ઉપયોગથી લાંબા સમય ચાલેલા દાવ બાદ ભીમસેનને હાર આપી અને તે કુસ્તીની સ્પર્ધાનો વિજેતા બન્યો. રાજા ઇન્દ્રસેને રામસેનને સો સોનામહોરોનું ઇનામ આપ્યું વળી, તેના બળ ઉપરાંત બુદ્ધિની પ્રશંસા કરીને પોતાના રાજ્યમાં યુવાનોને કુસ્તી શીખવવા માટે રોકી લીધો.

બોધઃ દૃઢ મનોબળ અને કૌશલ્ય દ્વારા કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવી શકાય છે. દેખાવ પરથી કોઈ પણ માણસના કૌશલ્યનો ક્યાસ કાઢી શકાય નહીં.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com